અંજારમાં પરમધામ ખાતે જિગ્નેશદાદાની મુલાકાત

અંજાર, તા. 14 : શહેરના નવનિર્મિત ૐ અનાદિ શ્રી કૃષ્ણનારાયણ મંદિર `પરમધામ'ના પ્રાંગણમાં આંતરરાષ્ટ્રીય યુવક કથાકાર સંત જિગ્નેશ દાદા આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે `પરમધામ'ની ભૂમિ નિત્ય સત્સંગ, પૂજન, અર્ચન થકી સમસત હરિભક્તોનું પવિત્ર યાત્રાધામ બન્યું છે. વિશાળ પરીસરમાં ગાર્ડન, બાલક્રિડાંગણ, ગૌશાળાનું નિરીક્ષણ કરી તેમણે પ્રસન્ન્તા વ્યક્ત કરી હતી. સાથે `પરમધામ'ના વિકાસાર્થે તન, મન, ધનથી સાથ-સહકાર આપવા જણાવ્યું હતું. `પરમધામ' મંદિરના ટ્રસ્ટી અને પ્રમુખ ભાણજીભાઈ માલસતરે સંત જિગ્નેશદાદાનું સ્વાગત કર્યું હતું. યદુવંશી સોરઠિયા આહીર સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ પેડવા અને નગરસેવા સદનના કાઉન્સેલર કંચનબેન સોરઠિયા, કચ્છ જિ. યુવા બક્ષીપંચ સેલના મહામંત્રી અશ્વિનભાઈ માલસતર, કેતન ભગત, રમેશ ભગત, પ્રકાશ ભગત, હિંમત ભગત, મનીષ ભગત, ધર્મેશ ભગતે કથાકારનું સ્વાગત કર્યું હતું. `પરમધામ' મંદિરના પ્રવેશદ્વારે કળશધારી બહેનો-બાલિકાઓ તથા ભક્ત સમુદાય સાથે કથાકાર જિજ્ઞેશદાદાના સંગાથે શોભાયાત્ર નીકળી હતી. ભજન-કીર્તન, રાસગરબા સાથે ધાર્મિક માહોલ ઊભો થયો હતો. રંગબેરંગી વેશભૂષામાં ઉપસ્થિત બાળ સમુદાયે ભક્તજનો, શહેરમાં આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા. મંદિર પરિસરમાં ધાર્મિક કાર્યક્રમમાં કથાકારે અનાદિશ્રી કૃષ્ણનારાયણ મંદિરે આરતી કરી હતી. ભક્તજનો ઊમટયા હતા. સંચાલન ભાણજીભાઈ માલસતર, આભારદર્શન કેતન ભગતે કર્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer