દયાપરમાં હનુમાનજી મંદિરે પુન: પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ

દયાપર (તા. લખપત), તા. 17 : દયાપરના ઐતિહાસિક કોરાનગર ખાતે શ્રી દુ:ખભંજન હનુમાનજી મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવનો આવતીકાલ તા. 18-4ના સવારથી પ્રારંભ થશે. સવારે 8 કલાકે ગણપતિ પૂજન, દેહશુદ્ધિ ,માતૃકા પૂજન, મંડપ પ્રવેશ, સવારે 10 કલાકે જલયાત્રા, બપોર પછી મૂર્તિ સ્નપનવિધિ, સ્થાપિત દેવતા આહવાન, અગ્નિ સ્થાપન, સુમીદિક નવગ્રહ દેવતા ચતુષ્યોગીની હોમ, વાસ્તુ દેવતા, ક્ષેત્રપાલ દેવતા હોમ, રાત્રે કચ્છ -સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો ગોપાલભાઇ ગઢવી, વનરાજભાઇ આહીર દ્વારા લોકડાયરો, તા. 19-4ના સવારે સ્થાપિત દેવતા પૂજન, હોમ, મૂર્તિ ન્યાસ, પ્રતિષ્ઠા, ધ્વજારોહણ, શિખરપૂજા, કળશપૂજા, ગૂગળ હોમ, સરસવ હોમ, પ્રાશ્ચિત હોમ, સ્વિષ્ટ કૃત હોમ, બલિદાન ઉત્તર તંત્ર, બપોરે 12-39 કલાકે શ્રીફળ હોમ, પૂર્ણાહુતિ મહાપ્રસાદનું આયોજન કરાયું છે.ધાર્મિકવિધિના આચાર્યપદે વિશ્વનાથભાઇ જોશી (દયાપર)વાળા શુદ્ધ શાત્રોકત વિધિથી કાર્ય સંપન્ન કરાવશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer