તાલુકા મથકોના કેરોસીનના ભાવોનું જાહેરનામું જારી

ભુજ, તા. 15 : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કચ્છ જિલ્લામાં તા. 1લી એપ્રિલ-2019થી અમલમાં આવેલા ઘરગથ્થુ વપરાશના કેરોસીનના એક કિલો લિટરના કંપનીના વધેલા ભાવો નજરે જથ્થાબંધ વેચાણ ભાવ તથા એક લિટરના છૂટક વેચાણ ભાવ તાલુકાના મુખ્ય મથકોને ધ્યાનમાં રાખી મુકરર કર્યા છે. આ અંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહને બહાર પાડેલા જાહેરનામા અનુસાર ઘરગથ્થુ વપરાશ માટેના કેરોસીનના જથ્થાબંધ અને છૂટક ભાવ આ પ્રમાણે છે. ગાંધીધામ તાલુકા માટે એક લિટરે રૂા. 31.11, અંજાર તાલુકો રૂા. 31.19, ભચાઉ તાલુકો રૂા. 31.29, ભુજ તાલુકો રૂા. 31.43, મુંદરા તાલુકો રૂા. 31.43, રાપર તાલુકો રૂા. 31.53, નખત્રાણા તાલુકો રૂા. 31.64, માંડવી તાલુકો રૂા. 31.65, અબડાસા મુ. નલિયા તાલુકો રૂા. 31.81, લખપત મુ. દયાપર તાલુકો રૂા. 31.93 ઠરાવાયા છે. આ ભાવો જિલ્લાના તાલુકાના મુખ્ય મથકના હોઈ, કેરોસીનના ઓઈલ કંપનીના જથ્થાબંધ વિક્રેતાઓ કેરોસીનના છૂટક વિક્રેતાના સ્થળ સુધી કેરોસીનની ડિલિવરી આપવા જાય ત્યારે 10 કિલોમીટરના દરેક સ્ટેજે વધુમાં વધુ 50 કિલોમીટર સુધી એક લિટરે પાંચ પૈસા (વધુમાં વધુ પચ્ચીસ પૈસા સુધી) જથ્થાબંધ ભાવ ઉપરાંત વધુ સ્ટેજ ચાર્જ લઈ શકશે અને લીધેલ સ્ટેજ ચાર્જ ઉપર 5 ટકા જીએસટી લગાડીને જથ્થાબંધ વિક્રેતાએ બિલ અંકારવાનું રહેશે. કેરોસીનના છૂટક વિક્રેતા સ્ટેજ ખર્ચની રકમ બિલ મુજબ ગણતરી કરતાં નજીકના પાંચ પૈસાના ગુણાંકમાં છૂટક વિક્રેતા કેરોસીનના વેચાણ બિલ બનાવી કેરોસીનનું વેચાણ કરી શકશે એમ જાહેરનામામાં વધુમાં જણાવાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer