2165 કરોડના પેકેજની જાહેરાત કાગળ પર જ

2165 કરોડના પેકેજની જાહેરાત કાગળ પર જ
ભુજ, તા. 14 : કચ્છ લોકસભા કોંગ્રેસ પક્ષના ચૂંટણી પ્રચાર અંતર્ગત દુર્ગાપર, ગોધરા, બિદડા (જાહેરસભા) બાદ માંડવી શહેર તરફના મુખ્ય માર્ગો પોસ્ટ ઓફિસથી સમગ્ર શહેરમાં રોડ-શોનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. માંડવીના આઝાદ ચોક ખાતે જંગી જાહેરસભાને સંબોધતાં જિલ્લા કોંગ્રેસ પ્ર્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, લોકસભા ઉમેદવાર નરેશભાઇ મહેશ્વરી, શહેર પ્રમુખ વિજયસિંહ જાડેજા, વિપક્ષી નેતા રફીક શેખ, પ્રદેશ મંત્રીઓ રફીક મારા, રવીન્દ્ર ત્રવાડી, અરજણ ભુડિયા,  તાલુકા પ્રમુખ ખેરાજ ગઢવી તથા વિપક્ષી નેતા કિશોરદાન ગઢવી વિ.એ પ્રવચનમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ તથા સદભાવના કાર્યક્રમ દરમ્યાન 2165 કરોડનું પેકેજ આજ દિન સુધી ન આવ્યું અને વાતો માત્ર કાગળ પર જ રહી. ભાજપે માંડવીના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. આ પ્રવાસ- રોડ શો દરમ્યાન અમીરઅલી લોઢિયા, પ્રકાશ ગઢવી, હશન રાયમા, કિશોર પીંગોલ, વસંત ડગરા, ચતુરસિંહ જાડેજા, ભોલુ શેઠ, લાલજી પટેલ, ગનીભાઇ કુંભાર, પુનિત જોશી, રસિક દોશી, જુગલ સંઘવી, અજિત સાધુ, રાજેશ વાસાણી, વીનેશ ગોસ્વામી, વલ્લભ વેલાણી, અકબર મંધરા, ભાવનાબેન ગોર, ફાલ્ગુની જોશી, ચંદ્રીકાબેન જોશી, દીપક ડાંગર, તા.પં. સભ્યો, નગર સેવકો સાથે રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer