ભુજના વકીલનું રાષ્ટ્રીય સ્તરે સન્માન

ભુજના વકીલનું રાષ્ટ્રીય સ્તરે સન્માન
ભુજ, તા. 14 : `નાલસા' (નેશનલ લિગલ સર્વિસ ઓથોરિટી) દ્વારા દર વર્ષે દેશના પ્રતિભાવંત અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા તમામ રાજ્યોમાંથી પસંદગી પામેલા વકીલોનું સન્માન કરાય છે જે અંતર્ગત ગુજરાતમાંથી વર્ષ 2018ના `બેસ્ટ પેનલ એડવોકેટ' તરીકે ભુજના યુવા ધારાશાત્રી પ્રવીર?દિનેશચંદ્ર ધોળકિયાની પસંદગી થઇ હતી અને તેમનું કાનૂની સેવાની શ્રેષ્ઠ કામગીરી બદલ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત સમારોહમાં સન્માન કરાયું હતું.આ સમારોહમાં ન્યાય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ખાતાના કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ અને `નાલસા'ના એક્ઝિક્યુટીવ ચેરમેન જસ્ટિસ મદન બી. લોહરના હસ્તે સન્માન થયું હતું. કાર્યક્રમમાં હાઇકોર્ટના ન્યાયાધીશો એસ. રવીન્દ્ર ભટ્ટ, મંજુ ગોહેલ, જસ્ટિસ શ્રી મેનન, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ. કે. સીદી ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રીય કક્ષાએ આ સન્માન બાદ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરી એચ. એસ. મુલિયા તથા કચ્છ જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા લિગલ સર્વિસના વડા શ્રી ગાંધીએ શ્રી ધોળકિયાનું આ સિદ્ધિ બદલ સન્માન કર્યું હતું. ભુજ બાર એસો.ના પ્રમુખ અનિલ જોષી તથા હોદ્દેદારોએ પણ તેમનું સન્માન કર્યું હતું. `નાલસા' દ્વારા રાષ્ટ્રીય કક્ષાના સન્માન સાથે શ્રી ધોળકિયાએ કચ્છ અને ભુજ બાર એસો. તેમજ સમગ્ર નાગર જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer