સ્થિર, નિર્ણાયક સરકાર માટે આપનો એક મત જરૂરી

સ્થિર, નિર્ણાયક સરકાર માટે આપનો એક મત જરૂરી
ભુજ, તા. 14 : ઊભરી રહેલી આધુનિક યુવાપેઢી તેમજ ભવિષ્યની પેઢીના સપનાં સાકાર કરવા એક સાનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવા સંકલ્પ સાથે `સ્વરાજ્ય જ મારું ધ્યેય છે'?એક હકારાત્મક વૈચારિક જાગરણ?રૂપી આંદોલનકર્તા ભારતના સંવિધાનના રચયિતા ડો. બાબાસાહેબ આંબેડકરજીની 128મી જન્મજયંતી પ્રસંગે ગાંધીધામ સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ આપી પવિત્ર રામનવમી તહેવાર નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં વિનોદભાઇ?સહયોગી બન્યા હતા. લોકસભા ઉમેદવાર વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું કે, રાષ્ટ્રની એકતાના આધારે શ્રેષ્ઠતા તરફ?જવાની યાત્રા છે. સમતા અને સમરસતા, રાષ્ટ્રવાદ માટે સ્થિર અને નિર્ણાયક સરકાર માટે આપનો એક મત અમૂલ્ય હોવાનું ઉમેર્યું હતું. શોભાયાત્રા પછી ભાજપની રેલીએ દુકાને દુકાને અને વચ્ચે આવતા રહેણાંક સ્થાને લોકસંપર્ક કર્યો હતો અને શ્રી ચાવડાએ મોદીજીના દિવ્ય અને દૈદિપ્યમાન ભારતના સ્વપ્નને આપણે સૌએ સાકાર કરવાનું છે. પંજાબ પ્રાંતીય સાથી મિત્રો તથા ધ ગાંધીધામ ચેમ્બર ઓફ?કોમર્સની મુલાકાત લઇ?ભાજપની નીતિ-રીતિ વિશે વિસ્તૃત વિચારવિમર્શ કર્યા હતા, જ્યારે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું કે, ભાજપનો કાર્યકર એ પક્ષની અસ્મિતા છે. આ પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન મોમાયાભા ગઢવી, બળવંત ઠક્કર, મધુકાંત શાહ, સુરેશ?શાહ, વિજયસિંહ જાડેજા, કુલદીપસિંહ ઝાલા, દિવ્યાબા જાડેજા, કૈલાસબેન ભટ્ટ, નારી પારિયાણી, પુનિત દુધરેજિયા, ગેલા ભરવાડ, કમલ શર્મા, ગોવિંદ નિઝાર, અર્જુન?થારૂ, ડો. સુરેશ નાયક, ભરત મીરાણી, હિરેન ઠક્કર, ભરત પ્રજાપતિ, વિજય પરમાર, મહેશ ગઢવી, અમિત ભટ્ટ, ગુલ બેલાણી, તારાચંદ ચંદનાની, મનોજ મૂલચંદાની, દિનેશ લાલવાણી, ઉષાબેન મીઠવાણી, વંદનાબેન ધુઆ, નીલમબેન લાલવાણી, ધનસુખ?મીરાણી, હરિભા ગઢવી તથા ભાજપના કાર્યકરો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer