ફતેહગઢ ડેમમાંની લાઇન તૂટતાં લાખો લિટર પાણી વેડફાયું

ફતેહગઢ ડેમમાંની લાઇન તૂટતાં લાખો લિટર પાણી વેડફાયું
રાપર, તા. 14 : વાગડ વિસ્તારમાં હાલ પીવાનાં પાણીની સમસ્યા છે, ત્યારે ફતેહગઢ ડેમમાંથી પીવાનાં પાણીની પાઇપલાઇન તૂટી જતાં લાખો લિટર  પાણી વેડફાઇ જતાં લોકોના ભવાં તંગ થયાં છે.રાપર પાણી પુરવઠા બોર્ડ દ્વારા ફતેહગઢ ડેમને પીવાનાં પાણી માટે નર્મદા કેનાલ જ્યારે ચાલુ હતી ત્યારે ભરવામાં આવ્યો હતો. અને આમાંથી સમ્પ દ્વારા આજુબાજુના ફતેહગઢ, માંજુવાસ, મોમાયમોરા, ખાંડેક સહિતના વિસ્તારમાં પાઇપલાઇન દ્વારા પાણી આપવામાં આવે છે, પરંતુ છેલ્લા બે દિવસથી આ ફતેહગઢ ડેમ પરની પાણીના વિતરણની પાઇપ લાઇન તૂટી ગઇ છે, તેમાંથી લાખો લિટર પાણી નદી અને તળાવના ઓગનમાં વહી ગયું હોવાનું જિલ્લા પંચાયતના માજી આરોગ્ય વિભાગના ચેરમેન રમેશભાઇ દાદલે જણાવ્યું છે. રાપર પાણી પુરવઠા બોર્ડ હસ્તેની અનેક પાઇપલાઇન વારંવાર તૂટી જાય છે. ઉનાળામાં પાણીની સમસ્યા વચ્ચે લાખો લિટર પાણી  વહી જતું રોકવામાં ન આવતાં જિલ્લા કલેક્ટર જવાબદાર પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સામે પગલાં લે તેવી માંગ કરાઇ છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer