ગાંધીધામ સંકુલ આંબેડકર જયંતીથી ગાજ્યું

ગાંધીધામ સંકુલ આંબેડકર જયંતીથી ગાજ્યું
ગાંધીધામ, તા. 14 : બંધારણના ઘડવૈયા, બોધિસત્વ, ડો. બાબાસાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતી હર્ષોલ્લાસ સાથે આ સંકુલમાં ઉજવવામાં આવી હતી. સમાજ, મંડળો, સંગઠનો દ્વારા શોભાયાત્રા, બાઇક રેલી, કેક કાપી તથા બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કરીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. શહેરના આંબેડકર સર્કલ ખાતે આજે સવારે કરુણા વિહાર કન્યા સદનની વિદ્યાર્થિનીઓ દ્વારા બુદ્ધ વંદના કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે બાળકીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મહેશ્વરી સમાજના પ્રમુખ?અશોકભાઇ?ઘેલા, મહામંત્રી જીવરાજ ભાંભી, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ?યજુવેન્દ્રસિંહ જાડેજા, અજિત ચાવડા તથા ભાજપના મધુકાંત શાહ, ડી.પી.ટી.ના ટ્રસ્ટી મનોહર બેલાણી, એલ. સત્યનારાયણ વગેરે હાજર રહ્યા હતા. મામલતદાર ચિરાગ હીરવાણિયા, નાયબ મામલતદાર જાવેદ સિંધી, મામલતદાર કચેરી સ્ટાફે ઉપસ્થિત રહીને હારારોપણ કરી બાબાસાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કંડલા પોર્ટ એન્ડ ડોક એસ.સી.-એસ.ટી. યુનિયન બંધારણના ઘડવૈયાની 128મી જન્મ જયંતી આ સંગઠન દ્વારા ઉજવાઇ હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય વાલજીભાઇ?દનિચા, મોહનભાઇ? આસવાણી, રાણાભાઇ વિસરિયા, ડી.પી.ટી.ના શ્રમ અધિકારી અરવિંદ પ્રધાન, કરશન?ધુવા, કરશન કન્નર, ગજેન્દ્ર પ્રસાદ, વિનોદ શાહ, કૈલાસ સાસિયા, ધનરાજ બોચિયા, કે. જે. પંડયા વગેરે હાજર રહ્યા હતા. રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને હારારોપણ કરી આ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બેન્ડવાજા, ડી.જે. અને જય ભીમના નારા સાથે આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર થઇને ડો. ભીમરાવ આંબેડકર સર્કલે વિસર્જિત થઇ હતી. અહીં સમાજના પ્રમુખ માલશીભાઇ?ડી. પરમાર, રામજીભાઇ?મૂછડિયા, પ્રવીણભાઇ?વાઘેલા, કાંતિલાલ ચૌહાણ, રમેશભાઇ?સોલંકી, કમલેશભાઇ ધવડ, મંત્રી રમેશભાઇ ધેડા, સામજીભાઇ ગોહિલ, ધીરુભાઇ?પરમાર, અમરતભાઇ?પરમાર વગેરેએ બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરી તેમણે કરેલાં કાર્યોને યાદ કર્યા હતા.સુંદરપુરી વાલ્મીકિ સમાજસમાજ દ્વારા પગપાળા અને બાઇક રેલીના સ્વરૂપે શહેરના તમામ વિસ્તારોમાંથી ભાઇઓ-બહેનો જોડાયા હતા. મનુભાઇ?વણકર, ચમનભાઇ?મકવાણા વગેરે આગેવાનોએ બોધિસત્વ બાબાસાહેબને હારારોપણ કરી તેમનાં અધૂરા કાર્યોને પૂરાં કરવા આહવાન કર્યું હતું.રેલવે એસ.સી. એસ.ટી. કર્મચારી સંગઠનઓલ ઇન્ડિયા એસ.સી., એસ.ટી. કર્મચારી એસો. દ્વારા રેલવેની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પુસ્તકો અને ડિક્શનેરી વિતરણ કરવામાં આવી હતી તેમજ બાબાસાહેબની છબીને હારારોપણ કરી ઉજવણી કરાઇ હતી. આ વેળાએ એ.આર.એમ. આદિશ પઠાણિયા,  સૌરભ કુમાર, પુરુષોત્તમ કુમાર, શેખર યેનર્જી, યોગેશ મીણા, જી.એમ. ભટ્ટ, પી. નરેશ, પુરનસિંહ, દિનેશ મીણા, જે.પી. મીણા, જ્ઞાનસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.એસ.સી.-એસ.ટી. ધારાશાત્રીઓઅહીંના એસ.સી. એસ.ટી. ધારાશાત્રીઓ દ્વારા દેશના પ્રથમ કાયદા પ્રધાન બાબાસાહેબની 128મી જન્મ જયંતી કેક કાપીને ઊજવવામાં આવી હતી. જેમાં વાલજીભાઇ કારિયા, આર.એલ. નગાવાડિયા, અજમલ સોલંકી, ગોવિંદ દનિચા, આર.ડી. માતંગ, વિશાલ થારૂ, સૂરજ થારૂ, પી.એમ. મહેશ્વરી, નરેશ મંગરિયા, જીતુ માતંગ, જવેરબેન મહેશ્વરી, ભારતીબેન મહેશ્વરી વગેરે દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.આદિપુર ભીમ સૈનિકઆદિપુરના ભીમ સૈનિકો દ્વારા મેઘમાયા સોસાયટી રામદેવપીરના મંદિર પટાંગણમાં કેક કાપવામાં આવી હતી. આ સૈનિકો દ્વારા મંદિરથી બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જે આદિપુરના મદનસિંહ સર્કલ, ટાગોર રોડ થઇને આંબેડકર સર્કલે પહોંચી હતી, અહીં બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ બાઇક રેલીમાં મારવાડા, મહેશ્વરી, ગુર્જર અને ચારણ સમાજના યુવાનો જોડાયા હતા.કુશળ-અકુશળ અસંગઠિત કામદાર સંગઠન દ્વારાકંડલાની ભારતીય વિદ્યામંદિર શાળામાં બાબાસાહેબની 128મી જન્મ જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, અહીં પણ કરુણા વિહાર કન્યા સદનની બાળકીઓ દ્વારા બુદ્ધ વંદના કરવામાં આવી હતી. બાબાસાહેબે કરેલાં કાર્યોની વિસ્તૃત માહિતી સંગઠનના વેલજીભાઇ જાટ દ્વારા આપવામાં આવી હતી. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોના સંકલ્પ સાથે પૂર્વ સાંસદ પૂનમબેન જાટ, શામજીભાઇ આહીર, માવજીભાઇ સોરઠિયા, પી.વી. નારાયણ, અશોકભાઇ ઘેલાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ વેળાએ રાજેન્દ્રકુમાર સિંઘ, શૈલેન્દ્ર પાંડે, પુરબાઇ બડિયા, મુસ્લિમ સમાજના પ્રમુખ ઇસ્માઇલ પરીટ, સુલેમાન પરીટ, મહાદેવ મંદિરના પૂજારી કૈલાસપુરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer