અંજારમાં રાધાકૃષ્ણ મંદિરે પદ્મશિલા પૂજન

અંજારમાં રાધાકૃષ્ણ મંદિરે પદ્મશિલા પૂજન
અંજાર, તા. 14 : અહીંના સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજનો 56મો વાર્ષિક પાટોત્સવ તથા નૂતન મંદિર રાધાકૃષ્ણ ભગવાનના શિખર ઉપર પદ્મશિલા પૂજન કાર્યક્રમ ધામધૂમથી ઊજવાયો હતો.ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, અંજાર મંદિરના સ્વામી પ્રભુચરણદાસજી, મહંત સ્વામી દેવપ્રકાશદાસજીની પ્રેરણાથી નૂતન સ્વામિનારાયણ મંદિરના રાધાકૃષ્ણ ભગવાનના મંદિરનું શિખર તૈયાર થતાં તેના ઉપર પદ્મશિલાનું પૂજન ભુજ મંદિરના મહંત સાથે સ્વામી પ્રેમપ્રકાશદાસજી, જાદવજી ભગત તથા અંજાર મંદિરના પ્રભુચરણદાસજીના હસ્તે પૂજન અર્ચન કરાયું હતું. સાંખ્યયોગી બહેનોના હસ્તે પૂજન કર્યા બાદ પદ્મશિલાને વાજતે-ગાજતે શિખર ઉપર મૂકવામાં આવી હતી.અંજાર સ્વામિનારાયણ મંદિરના 56મા પાટોત્સવમાં મંગળા આરતી, અભિષેક દર્શન, અન્નકૂટ દર્શન, રાજોપચાર પૂજન સંતોના હસ્તે કરાયું હતું. મહાઆરતી,  મહાપ્રસાદ તથા સંતો દ્વારા કથા અને આશિર્વચન પાઠવાયા હતા. કથાના વકતા સ્વામી સુખદેવસ્વરૂપદાસજીએ જણાવ્યું કે,  હંમેશાં ભગવાન પ્રત્યે તમે કાયમ પ્રેમ રાખશો તો ભકતોનું પણ વધુ ને વધુ ધ્યાન રાખશે ને સદાય ભકતો ખુશ રહે તે માટે સદાય ભગવાનની અમીદૃષ્ટિ હરિભકતો ઉપર રહે જ છે.ર્કાક્રમમાં ભુજ મંદિરના સ્વામી દિવ્યસ્વરૂપદાસજી, સ્વામી કૃષ્ણવિહારીદાસજી, સ્વામી નારાયણપ્રિયદાસજી, માંડવી મંદિરથી સ્વામી પરમેશ્વર સ્વરૂપદાસજી, કોઠારી સ્વામી શુકદેવ સ્વરૂપદાસજી, નારાણપર ગુરુકુલના સ્વામી નારાયણ વલ્લભદાસજી, માનકૂવા ગુરુકુલ સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી, ગાંધીધામ ગુરુકુલ સ્વામી પુરુષોતમદાસજી, અંજાર મંદિરના  સ્વામી અક્ષરવલ્લભદાસજી, પૂજારી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નારાણપર ગુરુકુલના વિદ્યાર્થીઓ પરંપરાગત પહેરવેશમાં નૃત્ય સાથે રાસ રમ્યા હતા.પાટોત્સવના યજમાન પોપટલાલ મનજીભાઇ ચૌહાણ સહપરિવાર પુના-મુંબઇ, રાજોપચારના યજમાન મહંત સાંખ્યયોગી ત્રિવેણીબાઇની પ્રેરણાથી ગં.સ્વ. દિવ્યમતીબેન મનસુખભાઇ દવે સહપરિવાર, અંજાર રાધાકૃષ્ણ મંદિરના શિખર પદ્મશિલાના યજમાન અ.નિ. વિશ્રામભાઇ કરશનભાઇ ગોરસિયા બળદિયા (ઉપલોવાસ)  સહ પરિવાર દાતા રહ્યા  હતા.  તમામ યજમાન પરિવારનું મંદિરના મહંત સ્વામી દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું હતું. કચ્છ પ્રાંતના મહંત સાંખ્યયોગી સામબાઇ ફઇ આદિ સમસ્ત સાંખ્યયોગી બહેનો ઉત્સવમાં જોડાયા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer