ગાંધીધામમાં બે શખ્સ ગેરકાયદે રાઈફલ સાથે ઝડપાયા

ગાંધીધામ, તા. 25 : શહેરમાં બે શખ્સને શંકાસ્પદ પરવાના સાથે સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસનાં સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે, બાતમીના આધારે બી. ડિવિઝન પોલીસે સાંજના અરસામાં ઓસ્લો ટોકીઝ પાસે આ કાર્યવાહી કરી હતી. આરોપીઓ દેવીદાસ નાથુરામ કશ્યપ અને વિનીતસિંઘ દુર્ગવિજયસિંઘ સિંઘના કબ્જામાંથી રૂા. 30 હજારની કિંમતની ડબલ બેરલ બાર બોરની બે રાઈફલ, રૂા. 600ની કિંમતના 12 નંગ કાર્ટિઝ કબ્જે કરાયા હતા. સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા આ બંને શખ્સ પાસેથી ઉત્તરપ્રદેશના અલગ-અલગ જિલ્લાના પરવાના મળી આવ્યા હતા, જેની અહીં સક્ષમ અધિકારી પાસ નોંધણી કરાવી ન હતી. પોલીસે હથિયાર ધારા સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer