અકસ્માતનું `હાર્દિક નિમંત્રણ'' આપતા ભુજના રાવલવાડીના સ્પીડ બ્રેકર !

અકસ્માતનું `હાર્દિક નિમંત્રણ'' આપતા ભુજના રાવલવાડીના સ્પીડ બ્રેકર !
ભુજ, તા. 25 : શહેરમાં ઠીક લાગે તેમ મનઘડંત અને ગમે ત્યારે સ્પીડ બ્રેકર બનાવવા માટે કોઈ જ તંત્રની મંજૂરી નહીં લેવાની પ્રથા જોર પકડી રહી છે, ત્યારે અવૈજ્ઞાનિક ઢબે બનાવાયેલા ગતિઅવરોધક અકસ્માત અને નુકસાનીનું નિમિત્ત બનતા હોવાની રાવ ઊઠી છે. તાજેતરમાં વનવિહારથી રાવલવાડી રિલોકેશન સાઈટને જોડતા રોડ પર આવેલી હાઉસિંગ બોર્ડની પં. શ્યામજી કૃષ્ણ વર્મા હાઈટ્સ કોલોનીના મુખ્ય પ્રવેશદ્વારો પાસે રાતોરાત ટેકરા જેવા ચાર સિમેન્ટના સ્પીડ બ્રેકર બનાવી દેવાયા છે. સામાજિક અગ્રણી ઝવેરીલાલ સોનેજીએ આ અંગે ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, સ્પીડ બ્રેકર એટલી હદે અણઘડ છે કે, રસ્તા પરથી પસાર થતાં વાહનો જો ખ્યાલ ન રાખે તો ચોક્કસ અકસ્માતનો ભોગ બની શકે. ખરેખર કોલોનીની સલામતી માટે અસલ ડિઝાઈન મુજબ સ્પીડ બ્રેકર બનાવાય તો નુકસાનીમાંથી બચી શકાય. આ ક્યા તંત્રે બનાવ્યા છે તેવો સવાલ ઊઠયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer