મહિલા સશક્તિકરણ અંગે શિબિરાર્થીઓને સમજ અપાઈ

મહિલા સશક્તિકરણ અંગે શિબિરાર્થીઓને સમજ અપાઈ
ભુજ, તા. 25 : નેહરુ યુવા કેન્દ્ર-ભુજ દ્વારા જિલ્લા કક્ષાની યુવક નેતૃત્વ અને સામાજિક વિકાસની ત્રિદિવસીય નિવાસી તાલીમ શિબિરનું આયોજન અંજાર ખાતે કરવામાં આવ્યું હતું. શિબિરના ઉદ્ઘાટન સમારંભમાં અધ્યક્ષસ્થાને અંજાર સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના વિજ્ઞાન પ્રવાહના મદદનીશ શિક્ષક મનોજભાઈ લોઢા રહ્યા હતા. મહેમાનપદે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શોભનાબેન વ્યાસ, એવોર્ડ વિજેતા શિક્ષક રઘુભાઈ વસોયા, રોટરી ક્લબના પ્રમુખ વેલજીભાઈ આહીર, સામાજિક કાર્યકર નરહરિભાઈ વ્યાસ, રામકૃષ્ણ સેવા આશ્રમના સુરેશભાઈ છાયા તથા મગનભાઈ કન્નડ, પી.ટી. ટીચર હરદેવસિંહ જાડેજા તથા વિષ્ણુભાઈ પટેલ, યોગશિક્ષક ગિરજાશંકર ગુસાંઈ, રાષ્ટ્રીય યુવા એવોર્ડ વિજેતા રાખીબેન રાવલ, ચંદ્રકાંત પંડયા રહ્યા હતા. દીપ પ્રાગટય કરી શિબિર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જિલ્લા નેહરુ યુવા કેન્દ્રના યૂથ સંયોજક શિવદયાલ શર્માએ નેહરુ યુવા કેન્દ્રની માહિતી આપી હતી તેમજ ભારત સરકારના સૂચના અને પ્રસાર મંત્રાલય, દિલ્હીના ફિલ્ડ આઉટરિચ બ્યૂરોના કમલેશભાઈ મહેશ્વરીએ ઉપસ્થિત રહી શિબિરાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ શિબિરાર્થીઓને લોકશાહીનું પર્વ ચૂંટણી ઉત્સાહ અને ઉમંગથી ઊજવવા અનુરોધ કર્યો હતો તેમજ શોભનાબેન વ્યાસે મહિલા સશક્તિકરણ વિશે શિબિરાર્થીઓને સમજ આપી હતી. અમૃતભાઈ દેસાઈ તથા અધુભાઈ રબારી હાજર રહ્યા હતા. સંચાલન યુવા એવોર્ડ વિજેતા વિજય રાવલે કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer