ફિન્ચની સતત બીજી સદી : બીજી વન-ડેમાં પણ પાક પરાજિત

શારજાહ, તા. 25 : ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન આરોન ંિફંચની સતત બીજી સદીના જોરે પાકિસ્તાન સામે રવિવારે રમાયેલી બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે શાનદાર જીત મેળવી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાની ટીમે પાંચ વન-ડેની શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી લીધી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને મોહમ્મદ રિઝવાનની સદીથી નિર્ધારીત 50 ઓવરમા સાત વિકેટ ગુમાવીને 284 રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવીને48 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. ફિંચ 153 રનની અણનમ ઈંનિગ્સ રમવા માટે સતત બીજી વખત મેન ઓફ ધ મેચ પસંદ થયો હતો. શ્રેણીની પહેલી મેચમાં પણ આરોન ફિંચે સદી કરી હતી અને મેન ઓફ ધ મેચ બન્યો હતો. બીજી વન-ડેમાં પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને આ ખરાબ શરૂઆતના કારણે ટીમ ફરીથી ઉભી થઈ શકી નહોતી. ઓપનિંગ બેટ્સમેન ઈમામ ઉલ હક ખાતુ ખોલ્યા વિના આઉટ થયો હતો. જ્યારે શાન મસૂદે માત્ર 19 રન કર્યા હતા. આ ઉપરાંત ગઈ મેચમાં સદી ફટકારનારો હેરિસ સોહેલ 34 અને ઉમર અકમલ 16 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. આ દરમિયાન મોહમ્મદ રિઝવાને કારકિર્દીની પહેલી સદી કરી હતી અને પાંચમી વિકેટ માટે શોહેબ મલીક સાથે મળીને 127 રનની ભાગીદારી કરી હતી. રિઝવાનના 115 અને મલીકના 60 રનની મદદથી પાકિસ્તાન 284 રન સુધી પહોંચી શક્યું હતું. જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત દમદાર રહી હતી અને પહેલી વિકેટ માટે ંિફંચે ઉસ્માન ખ્વાજા સાથે મળીને 209 રનની ભાગીદારી કરી હતી. આ સાથે જ પાકિસ્તાન જીતથી ફેંકાયું હતું. ફિંચે આ દરમિયાન પોતાની 13મી વન-ડે સદી કરી હતી અને 143 બોલમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer