ટગામાંથી પરવાના વિનાની બંદૂક સાથે એક ઝડપાયો

ગાંધીધામ, તા. 25 : રાપર તાલુકાનાં ટગા ગામમાંથી પોલીસે એક ઇસમને પરવાના વગરની દેશી બંદૂક સાથે પકડી પાડી બંદૂક જપ્ત કરી હતી. ટગા ગામમાં રહેતા સુલેમાન ઓસમાણ રાઉમાના ઘરે પૂર્વ બાતમીના આધારે ગઇકાલે મોડી રાત્રે પોલીસે છાપો માર્યો હતો. આ ઇસમની પોલીસે અટક કરી હતી. પોતાનાં મકાનના પાછળના ભાગે પતરામાં સફેદ પ્લાસ્ટિકના કોથળામાં વીંટાળેલી હાથ બનાવટની સિંગલ નાળવાળી મજલ લોડવાળી દેશી બંદૂક કિંમત રૂા. 10,000વાળી પોલીસે હસ્તગત કરી હતી. આ ઇસમે બંદૂક કયાંથી મેળવી હતી અને શેના ઉપયોગ માટે પોતાના ઘરે રાખી હતી તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer