હંગામી ઉચાપતના કેસમાં ગઢશીશા પોસ્ટ માસ્તર નિર્દોષ મુક્ત કરાયા

ભુજ, તા. 25 : લગભગ એક દાયકા પૂર્વે માંડવી તાલુકાની ગઢશીશા પોસ્ટ ઓફિસમાં બ્રાન્ચ પોસ્ટ માસ્તરની ફરજ દરમ્યાન ખાતેદારોની પાસબુકમાં રૂપિયા જમા નહીં લઈને હંગામી ઉચાપતના પ્રકરણમાં આરોપી ચંદુલાલ શામજી ભોઈયા (રહે. દેવપર)ને માંડવી કોર્ટે નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવી છે કે આરોપી પોસ્ટ માસ્તર 74 ખાતેદારોના નાણા રિકરિંગ ડિપોઝિટ પેટે લઈને પાસબુકમાં જમા લઈને પોસ્ટ કચેરીના દફ્તરે જમા ન લઈને રૂા. 39,110ની હંગામી ઉચાપત કર્યા બાદ આ પછી તેમણે આ નાણાં પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કર્યા હતા. તેમની વિરુદ્ધ ફરિયાદ અને ચાર્જશીટ રજૂ થયું હતું. આ કેસમાં માંડવી અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ એન.જી. પરમારની કોર્ટમાં ચાલતાં પુરાવા અને દલીલોના અંતે આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. આરોપી પક્ષે વકીલ વાલજી એમ. કટુઆ સાથે વી.વી. મહેશ્વરી, એન.એ. ગઢવી, એમ.ડી. ફુલિયા અને એલ.જે. ફુફલએ સાથે રહી દલીલો કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer