અ''વાદમાં ગીતા સૈનિકોએ 40 જીવને ગેરકાયદે કતલખાને જતા બચાવ્યા

અમદાવાદ, તા. 25 : ગીતાબેન રાંભિયા સ્મૃતિ અહિંસા ટ્રસ્ટ ગીતા સૈનિકોએ 40 અબોલ જીવોને ગેરકાયદે કતલખાને જતા બચાવી પાંજરાપોળમાં મૂકી અભયદાન અપાવ્યું છે. તા. 23/3ના ગીતાબેન રાંભિયા સ્મૃતિ ટ્રસ્ટના સંચાલક બચુભાઈ પી. રાંભિયાને મળેલી બાતમી મુજબ દાણીલીમડા પોલીસ મથકના પી.એસ.આઈ. આર.કે. ચૌહાણ તથા અન્ય સ્ટાફની મદદથી દાણીલીમડા ઢોર બજાર મન્ડી બજાર નંબર 18 ખાતેથી પાડા જીવ-20ને ગેરકાયદેસર કતલ થતા બચાવી લીધા હતા. તેમજ ભાલેજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ.એન. દેસાઈ તથા અન્ય સ્ટાફની મદદથી ભાલેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વાછરડા જીવ-20ને ગેરકાયદેસર કતલખાને જતા બચાવ્યા હતા. આમ કુલ-40 અબોલ જીવોને ગીતા સૈનિકોએ પાંજરાપોળમાં મૂકી અભયદાન અપાવ્યાનું યાદીમાં જણાવાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer