ચેન્નાઈની પીચથી ધોની અને કોહલી નારાજ

ચેન્નાઈ, તા. 24 : મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલની પહેલી મેચમાં વિજયી શરૂઆત કરી છે. ચેન્નાઈએ સિઝનની પહેલી મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવી હતી. મેચ બાદ બંને ટીમના કેપ્ટન એમએ ચિદમ્બરમ્ સ્ટેડિયમની પીચને લઈને નારાજ દેખાયા હતા. આરસીબીએ 17.1 ઓવરમાં 70 રન કર્યા હતા, જ્યારે સીએસકેએ લક્ષ્ય સુધી પહોંચવા માટે 17.4 ઓવર સુધી રમવું પડયું હતું. ધોનીએ મેચ બાદ કહ્યું હતું કે, આગામી મેચોમાં વધુ સારી પીચ મળે તેવી આશા છે. ધોનીએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, વિકેટ ખૂબ જ ધીમી હોવાથી આશ્ચર્ય થયું હતું, જેના કારણે ભેજયુક્ત વાતાવરણ હોવા છતાં પણ બોલ વધુ સ્પિન થઈ રહ્યા હતા. કોહલીએ કહ્યું હતું કે, પીચ દેખાવમાં સારી લાગતી હતી, પણ મેચ શરૂ થયા બાદ સાચો ખ્યાલ આવ્યો હતો. બેંગ્લોરની શરૂઆત નબળી રહી, પણ આવી પીચ ઉપર કોઈપણ ટીમને બેટિંગ માટે સંઘર્ષ કરવો પડે તેવી પૂરી શક્યતા હતી.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer