આઈપીએલમાં 5000 રન કરનારો પહેલો ખેલાડી રૈના

ચેન્નાઈ, તા. 24 : ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ આઈપીએલની 12મી સિઝનમાં વધુ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. સિઝનની પહેલી મેચમાં રૈના આરસીબી સામે બેટિંગ કરવા ઊતર્યો ત્યારે 15 રન કરતાંની સાથે આઈપીએલના 5000 રનના ક્લબમાં એન્ટ્રી કરી લીધી હતી. આ ટી-20 લીગમાં 5000 રન કરનારો રૈના પહેલો બેટ્સમેન બની ગયો છે. આઈપીએલની 177મી મેચમાં રૈનાએ આ સિદ્ધિ મેળવી છે. હવે આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી 5000ની ક્લબમાં સામેલ થનારો બીજો બેટ્સમેન બની શકે છે. વિરાટ આ ઉપલબ્ધિથી માત્ર 46 રન  પાછળ છે. સુરેશ રૈના આઈપીએલની પહેલી મેચમાં સીએસકે તરફથી ત્રીજા ક્રમાંકે બેટિંગમાં આવ્યો હતો અને ઈનિંગ્સના 19મા બોલમાં એક રન લેતાંની સાથે જ આઈપીએલના 5000 રન પૂરા કર્યા હતા. જો કે, રૈના બે બોલ બાદ મોઈન અલીની ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. મેચમાં રૈનાએ માત્ર 19 રન જ કર્યા હતા. પરંતુ આ 19 રન જ 5000 રનની ક્લબમાં સામેલ થવા માટે પૂરતા હતા. આઈપીએલમાં સુરેશ રૈનાનો રેકોર્ડ  ખૂબ સારો છે. લીગમાં સૌથી વધુ રન બનાવવા ઉપરાંત સૌથી વધુ અર્ધસદી ફટકારવામાં રૈના બીજા ક્રમાંકે છે. રૈનાએ આઈપીએલમાં કુલ 35 અર્ધસદી ફટકારી છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer