કચ્છના 30 ગામોમાં આયોડિનની ઊણપ અંગે સર્વે હાથ ધરાશે

કચ્છના 30 ગામોમાં આયોડિનની ઊણપ અંગે સર્વે હાથ ધરાશે
ભુજ, તા. 24 : આયોડિનની ઊણપવાળા કચ્છના 30 ગામોની રાજ્યકક્ષાએથી પસંદગી કરાઇ છે. પસંદગી પામેલા આ ગામોમાં સર્વે હાથ ધરાશે, તે આયોડિન ડેફિસિયન્સી ડિસઓર્ડર પ્રોગ્રામ વિશે જિલ્લા પંચાયત ખાતે સંબંધિત તમામ મેડિકલ ઓફિસરોને એકશન પ્લાન વિશે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે માહિતી આપી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં સર્વે કામગીરીની વિગતો આપતાં જણાવાયું હતું કે, રાજ્યકક્ષાએથી પસંદ થયેલાં 30 ગામડાઓમાં 6થી 12 વર્ષના રેન્ડમલી સિલેક્ટ કરેલા 90 બાળકોનું ગોઇટર પરીક્ષણ, મીઠાના નમૂના લેવાશે અને પેશાબના નમૂનાનું સેમ્પલ લઈ રાજ્યકક્ષાએ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલાવાશે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer