પ્રજ્ઞાચક્ષુ શિક્ષકો માટે કોમ્પ્યુટર વર્ગનો પ્રારંભ

પ્રજ્ઞાચક્ષુ શિક્ષકો માટે કોમ્પ્યુટર વર્ગનો પ્રારંભ
ભુજ, તા. 24 : શિક્ષકો માટે એક દિવસીય કોમ્પ્યુટર વર્ગનું આયોજન નેશનલ એસો. ફોર ધ બ્લાઇન્ડ કચ્છ જિલ્લા શાખા દ્વારા આજે કરાયું હતું.આ પ્રસંગે દીપ પ્રાગટયમાં સંસ્થાના ઉપપ્રમુખ ભાનુબેન પટેલ, ખજાનચી પ્રકાશભાઇ ગાંધી, મંત્રી મનોજ જોશી સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજા, દેવાંગ ગઢવી, શંકરભાઈ દામા, શંકરભાઇ મારૂ, સુરેશભાઇ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.પ્રજ્ઞાચક્ષુને કોમ્પ્યુટર તેની ક્રીન ઉપર જે આવે તે બોલીને સંભળાવે છે. જેથી પ્રજ્ઞાચક્ષુ આ સાંભળી સામાન્ય માણસ જેટલું જ કામ કરી શકે છે. સંસ્થાને કોમ્પ્યુટર લેબનું દાન અમદાવાદની એન.એ.બી. રાજ્ય શાખાના પ્રમુખ ડો. નીતિન સુમંત શાહ દ્વારા દાન અપાયું છે. હાલમાં આ સંસ્થામાં 16 પ્રજ્ઞાચક્ષુ બાળકો કોમ્પ્યુટરની તાલીમ મેળવી  રહ્યા છે. વિકલાંગ જીવન વિકાસ મંડળના મંત્રી હોથુજી જાડેજાએ પ્રજ્ઞાચક્ષુના જીવનમાં કોમ્પ્યુટરના મહત્વ અંગે સમજ આપી હતી  તાલીમ મોહમદભાઈ લુહારે આપી હતી. સંમિલિત શિક્ષક હીરાલાલ તુરી, હેતલબેન ભટ્ટ અને ક્લાર્ક ધ્રુવ આહીરે સહયોગ આપ્યો હતો તેવુ મંત્રી એમ. જે. જોશીએ જણાવ્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer