રાપરમાં શહીદોના પરિવાર માટે ફંડ એકત્ર

રાપરમાં શહીદોના પરિવાર માટે ફંડ એકત્ર
રાપર, તા. 24 : અહીં પુલવામામાં શહીદ જવાનોને રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજ તથા કરણી સેના  દ્વારા શહીદ દિવસ નિમિત્તે અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ હતી, જેમાં દરેક જ્ઞાતિનાના પ્રમુખો, રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રમુખો અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં એક શામ શહીદોં કે નામ દ્વારા મ્યુઝિકલ બેન્ડ તથા કચ્છ આઇડોલ રહી ચૂકેલા ગ્રુપ દ્વારા દેશ ભક્તિના ગીતો રજૂ કરાયા હતા. તો શહીદ જવાનોના પરિવારો માટે માતબર ફંડ પણ ભેગું કરાયું હતું,  જે સીધું શહીદોના પરિવારોના ખાતામાં જમા કરાશે તેવું ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજપૂત સભાના પ્રમુખ અને ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા રહ્યા હતા. મુખ્ય મહેમાનોમાં જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણાસિંહ સોઢા, પાટીદાર ઉદ્યોગપતિ ભચુભાઈ આરેઠિયા, સ્વામિનારાયણ મંદિરના સંતો તથા ત્રિકાળદાસજી મહારાજ અને ક્ષત્રિય સમાજના પ્રમુખ અજયપાલાસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ  અનૌપાસિંહ વાઘેલા, તા. પં. ઉપપ્રમુખ હમીરાસિંહ સોઢા, નગરપાલિકા ઉ.પ્ર.  હઠુભા સોઢા, કરણીસેના પ્રમુખ અરાવિંદાસિંહ જાડેજા, કરણાસિંહ વાઘેલા, ભૂપતાસિંહ વાઘેલા, સહદેવાસિંહ જાડેજા, નરેન્દ્રાસિંહ જાડેજા, ડોલરરાય ગોર, ઉમેશ સોની અને ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ મુકેશ ઠક્કર, મહામંત્રી નીલેશ માલી, કરણી સેનાના સંગઠન મંત્રી દીપુભા  જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજપૂત સમાજ દ્વારા દરેક સમાજના આગેવાનો અને અગ્રણીઓને મંચસ્થ સન્માન આપ્યું હતું, જેમાં પાટીદાર પટેલ સમાજના પ્રમુખ  રમેશભાઈ પટેલ, વાગડ ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ  કુંભાભાઈ સેલોત, ડાયાભાઈ વાઘાણી, ભીખુભાઇ સોલંકી, મહાદેવ જોગુ, કીર્તિ મોરબિયા, રમણીકલાલ ખંડોલ, પ્રકાશ મહેતા, દિનેશ સોની, મુસ્લિમ સમાજના ધર્મગુરુ પીર સૈયદ અનવરશા બાપુ, ઇસ્માઇલ પણકા,  મુસ્તફા શેખડાડા, રાસુભા સોઢા, મહેન્દ્રાસિંહ વાઘેલા, જયદીપાસિંહ જાડેજા, પ્રવીણાસિંહ જાડેજા, મમુભા જાડેજા, યશપાલાસિંહ જાડેજા, ગિરિરાજાસિંહ વાઘેલા, ભરત સિંહ સોઢા, વિહિપ પ્રમુખ જગુભા જાડેજા, બજરંગ દળના પ્રમુખ ભરત મસૂરિયા, મોરારદાન ગઢવી, ભગુદાન ગઢવી, બળવંત ઠક્કર, કાંતિલાલ ઠક્કર, પ્રદીપાસિંહ સોઢા, કમલાસિંહ સોઢા, ધનાભાઈ ભરવાડ, મુરજીભાઈ પરમાર, બાબુભાઇ મૂછડિયા, રમેશભાઈ સિયારિયા, સુરેશ ગૌસ્વામી, મુકેશ રાજગોર, હિતેશ ઠાકોર, ડો.એચ. એમ. મઠ તથા વિવિધ એસોસિએશનના પ્રમુખો, સામાજિક આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાપર પીઆઇ શ્રી ગઢવી દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવાયો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer