સમાજમાં આગ્રહ નહીં આદર કરો

સમાજમાં આગ્રહ નહીં આદર કરો
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 24 : મુસ્લિમ જમાતખાના ખાતે અખિલ કચ્છ મુસ્લિમ સાટી જમાતના અધિવેશનમાં નવી કારોબારીની રચના કરાઇ હતી. શિક્ષણ સાથે સમાજની ઉન્નતિ થાય આગામી દિવસોમાં સમાજ દ્વારા સમૂહ શાદી યોજવી, જમાતના મેળાવડા થાય તે માટે સમાજવાડીની નેમ વ્યક્ત કરાઇ હતી. પ્રારંભે કુર્આનની તિલાવત મૌ.અબ્દુલકાદિરભાઇએ રજૂ કરી હતી. સ્વાગત પ્રવચન સાટી જુશબભાઇએ કરતા કહ્યું કે, સમાજ સંગઠિત બનીને જે કાર્ય કરે તેમાં સુગંધ ભળે. સાટી જકરિયા જુશબે સમાજમાં આગ્રહ નહીં આદર કરો, સબંધ, સમર્પણ થકી સમાજનો વિકાસ થાય તેમ કહ્યું હતું. સાટી અબ્દુલ ફકીરમામદ (તુંબડી) (નવા વરાયેલા પ્રમુખ)એ દીકરી વધુ ભણે તે માટે માવિત્રો કમર કસે અને શિક્ષણ, સંગઠન વિના સમાજ પણ અધૂરો છે. તેમણે આગામી  દિવસોમાં જમાત દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાશે. સાટી જમાતનું જમાતખાનું બને તો મેળાવડા વખતે જમાત ઉપયોગી થાય તેમ જણાવ્યું હતું. આ અધિવેશનમાં અખિલ કચ્છ સાટી જમાતના સાટી હાજી ઇન્દ્રીસ (ગાંધીધામ), સાટી સુલેમાનભાઇ (કોટડા જ.), સાટી જાકબભાઇ (નલિયા), સાટી જકરિયાભાઇ (મુંદરા), સાટી મીઠુભાઇ (ગઢશીશા), સાટી ઓસમાણભાઇ (નેત્રા), સાટી હાજી હુશેનભાઇ (નખત્રાણા),  સાટી આમદભાઇ (બાડા) વિ. ઉપસ્થિત રહી સૂચનો કર્યા હતા. સંચાલન સાટી જુશબભાઇ (બિદડા), આભારવિધિ સાટી કાસમભાઇ (ભુજ)એ કરી હતી. આ અવસરે અખિલ કચ્છ મુસ્લિમ સાટી જમાતની નવી કારોબારીની રચના કરાઇ હતી, જેમાં પ્રમુખ તરીકે સાટી અબ્દુલ ફકીરમામદ (તુંબડી), ઉપપ્રમુખો સાટી હાજી ઇન્દ્રીસ હાજી આમદ (ગાંધીધામ), સાટી સરફરાજ સુલેમાન (કોટડા જ.), સુલેમાન હાજી સિધિક (નલિયા), સાટી આમદ ઇશા (ગોધરા), મહામંત્રી સાટી મામદ જાફર (મોટી વિરાણી), સાટી ઓસમાણ જુશબ (નેત્રા), સહમંત્રી સાટી સુલેમાન ભચુ (ગઢશીશા), સાટી અબાસ હુશેન (આદિપુર), ખજાનચી સાટી હુશેન આમદ (ભુજ), સાટી સલીમ મામદ (મુંદરા), સાટી જુશબ હુશેન (બિદડા) તેમજ કારોબારી સભ્યો સલાહકારો નીમાયા હતા. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer