આદિપુરમાં એકાંકી નાટક સાથે શહીદોને અંજલિ

આદિપુરમાં એકાંકી નાટક સાથે શહીદોને અંજલિ
આદિપુર, તા. 24 : અહીંની ક્રાંતિસેના અને શહીદ ભગતસિંહ બ્રિગેડના સંયુક્ત ઉપક્રમે શહીદોને શ્રદ્ધાજંલિ રૂપે ક્રાંતિગાથા  કાર્યક્રમ યોજાયો  હતો, જેના પ્રારંભે દેશભક્તિના બુંલદ નારા સાથે મદનસિંહ ચોકથી નીકળેલી મશાલરેલી ભગતસિંહ ચોકમાં પૂર્ણ થઈ હતી. આ આયોજનમાં ગાંધીધામ મતવિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સુધરાઈ પ્રમુખ કાનજીભાઈ ભર્યા, પંચમુખી હનુમાન મંદિરના મહંત પ્રકાશ આનંદજી તથા દિવ્યાબા જાડેજા, મોહનભાઈ ધારશી, મૂળજીભાઈ આહીર, વિજયભાઈ મહેતા, બળવંતભાઈ ઠકકર, સુરેશભાઈ શાહ, ડો. અંજુરાની, ડો. સુશીલ ધર્માણી, નિવૃત્ત પોલીસ અધિકારી આર.જે. બારોટ, કુલદીપસિંહ ઝાલા, માજી નગરપતિ ગીતાબેન ગણાત્રા, કૈલાસભાઈ ભટ્ટ, લીલાબેન શેટ્ટી, જય મલિક, રાજુભાઈ ધારક, પ્રવીણભાઈ દવે, નિખિલભાઈ હડિયા, ગેલાભાઈ ભરવાડ, ગંગારામ અનમ, આદિપુર પી.એસ.આઈ શ્રી ડાંગર, અરવિંદભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓએ ભગતસિંહની  પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. કાર્યક્રમના  અધ્યક્ષ પુનિતભાઈ દુધરેજિયા અને મોમાયાભા ગઢવીએ શહીદોની  કુરબાનીને સલામ કરી  અંજલિ આપી હતી. આ ઉપરાંત પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા  જવાનો  માટે બે મિનિટનું મૌન પાળી અંજલિ અપાઈ હતી.  એક શામ શહીદોં કે નામ કાર્યક્રમમાં ચંદુલાલ બાજીગરે દેશભક્તિના ગીતો રજૂ કરતાં દેશપ્રેમ  છવાયો હતો તેમજ નરેશભાઈ  પાંડે લિખિત- દિગ્દર્શિત એકાંકી   અમર શહીદ ભગતસિંહએ નગરજનોનું મન મોહી લીધું હતું.  નાટયકલાકાર  પ્રદીપભાઈ જોષીએ આ એકાંકીના   બાલાભાઈ, જય મલિક, રમેશ સોનારીવાલા, વંદના ઠકકર, રાધા વ્યાસ, નયન ગોહિલ, પ્રકાશ ચોહાણ, દક્ષ રાવલ, મહેન્દ્ર યાદવ, પંકજ ગઢવી, મોક્ષ રુદાની, મહેશભાઈ ખીલવાણી, રાહુલ મજુમદાર, પિન્કી વાધવાણી વગેરે કલાકારોને બિરદાવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વિજયસિંહ જાડેજાએ કર્યું હતું. આયોજનમાં દીપેશભાઈ ભટ્ટ, ભરત પ્રજાપતિ વગેરેએ સહકાર આપ્યો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer