ગાંધીધામમાં વિવિધ રોગના 556 દર્દી તપાસાયા

ગાંધીધામમાં વિવિધ રોગના 556 દર્દી તપાસાયા
ગાંધીધામ,તા.24 : પ.પૂ ડોંગરેજી મહારાજ પ્રેરિત રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ અને સ્ટર્લિંગ રામકૃષ્ણ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે નિ:શુલ્ક મેગા સુપર સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિવિધ રોગોના 556 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. માનવસેવા એ જ માધવસેવાના ધ્યેય સાથે આરોગ્ય નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કેમ્પમાં સેવા આપનારા તબીબોના હસ્તે દીપ પ્રાગટય કરી કેમ્પનો આરંભ કરાયો હતો. સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી યોજાયેલા કેમ્પમાં હાર્ડના રોગોના 59, સર્જરીના કેસના 45, હેન્ડ સર્જનના 72, યુરોલોજીના 62, ન્યુરોના 345, કિડનીના રોગના 13, હાડકાના રોગના 55, ત્રી રોગના 29, કેન્સરના  24, ફિઝિશિયનના 106 અને જનરલ ફિઝિશિયનના 32 દાર્દીઓ સહિત 556 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. લેબોરેટરી, સોનોગ્રાફી, એકસ-રે તેમજ ટુ.ડી.ઈકો સહિતની તપાસ અને દવાઓ નિ:શુલ્ક આપવામાં આવી હતી. કેમ્પમાં ન્યુરો ફિઝિશિયન ડો.કૃણાલ પઢિયાર, કેન્સર ફિઝિશિયન ડો.વિકાસ ગઢવી, જનરલ ફિઝિશિયન ડો.જિગર મહેતા, કાર્ડિઓલોજિસ્ટ ડો.સંજય ગુપ્તા, રેડીયેશન ઓન્કોલોજિસ્ટ ડો.કૃનાલ માંગલે, યુરોલોજિસ્ટ ડો.પ્રિયેશ દામાની, કાર્ડિયોલોજિસ્ટ ડો.ચિરાગ ભાટિયા, હાડકાના રોગના નિષ્ણાંત ડો.બિકેશ મહેતા, યુરોલોજિસ્ટ ડો.ગૈતમ પીપારા, ચેસ્ટ ફિઝિશિયન ડો.મોહ.તૌસીફ, ત્રીરોગ નિષ્ણાંત ડે.રૂચી પીપારા, હેન્ડ સર્જન ડો.કર્ણ મહેશ્વરી, જનરલ ફિઝિશિયન ડો.રવિ પરમાર, રેડીયેશન ઓન્કોલોજિસ્ટ ડો.અનુજ દીપ, ડો.આર્યા બનીદાતા વગેરે તબીબોએ સેવા આપી હતી. કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ મોહન ધારશી ઠક્કર, મંત્રી નંદલાલ ગોયલ, સહમંત્રીઓ હીમ્મતદાન ગઢવી, કિશોર મકવાણા, ગંગારામ ઠક્કર, મનસુખ કોડરાણી, સુરેશભાઈ શુકલ વગેરે સહયોગી બન્યા હતા. હોસ્પિટલના સ્ટાફ અને ટ્રસ્ટના કાર્યકર્તાઓએ પણ સેવા આપી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer