ઓછા સમયમાં કમરપટ્ટા બનાવવાનો વિક્રમ

ઓછા સમયમાં કમરપટ્ટા બનાવવાનો વિક્રમ
બિદડા, તા. 24 : બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલિટેશન ઈન્સ્ટિટયૂટ અને રિસર્ચ સેન્ટરને વિકલાંગોના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય એવોર્ડ-2012માં મળ્યો છે. જયા રિહેબ વિકલાંગોના સશક્તિકરણ માટે પોતાનું કાર્ય મર્યાદિત ન રાખતાં વિકલાંગતાના અટકાવ માટે પણ સતત પ્રયત્નશીલ છે. ટ્રસ્ટમાં બાળકોના આંખ, દાંત તેમજ શારીરિક ચિકિત્સા માટે ચાઈલ્ડ હેલ્થ કેર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકોની કમરમાં વળાંક વધી જવાની ખામી જોવા મળેલી,  જેના નિવારણ હેતુ જયા રિહેબ સેન્ટર દ્વારા સ્કોલીઓસીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્ટરના ડાયરેક્ટર મુકેશ દોશી અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર વીરેન્દ્ર શાંડિલ્યના માર્ગદર્શન હેઠળ આઠ બાળકોને જયા રિહેબ ટીમના સહયોગ દ્વારા ફક્ત 10?કલાકના ટૂંકા સમયગાળામાં સ્કોલીઓસીસ બ્રેસિસ (કમર સીધી કરવાનો પટ્ટો) બનાવી આપવામાં આવ્યા, જેનાથી બાળકોની કમરના વળાંકમાં પ0 ટકા જેટલો ફરક જોવા મળતો હતો. અમેરિકાના દેવચંદભાઈ ફુરિયા અને કલ્પનાબેન જોગાનીનો આર્થિક સહયોગ મળ્યો હતો. આ પ્રકારનો કેમ્પ કે જેમાં ફક્ત 10 જ કલાકમાં આઠ બાળકોને સ્કોલીઓસીસ બ્રેસિસ બનાવી આપવામાં આવ્યા હોય એવું ભારતભરમાં સર્વપ્રથમ બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલિટેશન ઈન્સ્ટિટયૂટ અને રિસર્ચ સેન્ટરને `બેસ્ટ ઈન્ડિયા રેકોર્ડ'માં યુનિક કેમ્પ માટેનો રેકોર્ડ એનાયત કરવામાં આવશે. બાળકોના રેગ્યુલર કસરત તેમજ બ્રેસિસ કરેક્શન માટે સમયાંતરે તેમનું ફોલોઅપ પણ કરવામાં આવે છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer