જયંતી ભાનુશાલી હત્યાકેસ : છબીલ પટેલને આજે ફરી કોર્ટમાં રજૂ કરાશે

ગાંધીધામ, તા. 24 : અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા જયંતી ભાનુશાલીની હત્યાના પ્રકરણના મુખ્ય આરોપીના રિમાન્ડ પૂરા થતા હોવાથી આવતીકાલે પુન: કોર્ટમાં રજૂ કરાશે. આ અંગે મળતી વિગતો મુજબ, હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર છબીલ પટેલ પોલીસ સમક્ષ હાજર થયા બાદ ભચાઉ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના  રિમાન્ડ પોલીસે મેળવ્યા હતા. જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે, પોલીસે રિમાન્ડ દરમ્યાન મહત્ત્વની વિગતો મેળવી લીધી છે, પરંતુ છબીલ પટેલ પોતાના મોબાઈલ ફોન અમેરિકામાં જ ભૂલી આવ્યો હોવા સહિતની બાબતોના કારણે હજુ વધુ રિમાન્ડની માંગ કરાશે. આવતીકાલે ફરી ભચાઉ કોર્ટમાં રેલવે પોલીસ દ્વારા રજૂ કરાશે તેવું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. દરમ્યાન, આગામી દિવસોમાં વધુ લોકોની ધરપકડ પણ કરાશે તેવી શક્યતા જાણકારોએ વ્યક્ત કરી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer