કચ્છમાં તાપ સાથે ભેજ પણ ભળતાં બપોરે બફારો વર્તાયો

ભુજ, તા. 24 : રણપ્રદેશમાં એકાદ અઠવાડિયાથી ઉનાળો જામવા માંડયો છે. આજે 38.4 ડિગ્રી સેલ્સીયસ સાથે નજીવા ઘટાડા વચ્ચે જિલ્લા મથક ભુજમાં ગરમીની અસર અનુભવાઈ હતી. રવિવારે દિવસ દરમ્યાન ફાગણિયા તાપની સાથોસાથ ભેજમાં નોંધપાત્ર પ્રમાણના પગલે બપોરે બફારો અનુભવાયો હતો.  બીજી તરફ કંડલા એરપોર્ટ પર 38.2 ડિગ્રી તાપમાન નોંધાતાં અંજાર, વરસામેડી સહિતના ભાગો તપ્યા હતા. રણકાંધી, વાગડ પંથક પણ દિવસભર ઉનાળુ તાપથી દાઝ્યા હતા. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer