હમીરસરની માછલીઓ બચાવવા ટહેલ નખાતાં દાતાઓ વહારે આવ્યા

ભુજ, તા. 24 : હમીરસર તળાવના છીછરા પાણીની માછલીઓને બચાવવા કાંઠે જ આવેલા રઘુનાથજી મંદિરની જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા જીવદયા અર્થે અભિયાન પ્રારંભ કરાતાં લોકોનો સકારાત્મક સહયોગ સાંપડયો હતો. આ સમિતિ દ્વારા તળાવમાં ટેન્કર વડે પાણી ઠાલવવા અંગે આર્થિક સહયોગ હેતુ ટહેલ નખાતાં સમિતિ દ્વારા 51 ટેન્કરનો ખર્ચ પૂરો પાડવામાં આવશે તેવું જણાવાયું છે. સમિતિ પ્રમુખ પ્રવીણભાઇ પુજારા દ્વારા સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓ અને આગેવાનોનો સંપર્ક સાધતાં ભુજના અને હાલ સાડાઉ આફ્રિકામાં વસવાટ કરતા પ્રકાશભાઇ વોરા દ્વારા 50 ટેન્કર તો કિરણભાઇ ગણાત્રા, સુપાર્શ્વ જૈન સેવા મંડળ-ભુજ, જન્ગીરદાદા મિત્ર મંડળ-બિટ્ટાના કિરીટભાઇ પટેલ (ગાંધીધામ), રુદ્રાક્ષ એન્ટરપ્રાઇઝ દ્વારા 11 ટેન્કરના ખર્ચ અંગે સહયોગ અપાયો છે. તદુપરાંત ભુજ અને માધાપરના જીવદયાપ્રેમીઓએ અભિયાનમાં સહયોગની ખાતરી આપી છે. આ અંગે સહયોગ આપવા સમિતિના પ્રવીણભાઇ પુજારા-98252 95650, મહેશભાઇ કંસારા-94272 65519 અને રાજુભાઇ શાહ-98253 43221નો સંપર્ક સાધવા જણાવાયું છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer