હરિદ્વાર-અમદાવાદ ટ્રેનમાં કચ્છી મહિલા ચોર સામે બની રણચંડી

અમદાવાદ, તા. 24 : હરિદ્વાર-અમદાવાદ યોગા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી કચ્છી મહિલા ચોર સામે રણચંડી બની હતી. ભુજથી હરિદ્વારની યાત્રાએ ગયેલો સંઘ પરત ફરી રહ્યો હતો ત્યારે ટ્રેન નં. 19032 હરિદ્વાર-અમદાવાદ યોગા એક્સપ્રેસમાં દિલ્હીથી અજમેરની વચ્ચે સવારે પાંચેક વાગ્યાના અરસે એસ-12માં મુસાફરી કરી રહેલી મસ્કા (તા. માંડવી)ની મહિલા દિના કમલેશ મોતાની સીટ?પાસે આવેલ એક હરામખોર થેલો ખોલીને કપડાં સહિતની સામગ્રીની તસ્કરી કરી રહ્યો હતો ત્યારે અચાનક મહિલાની સાથે તેનો પુત્ર જાગી જતાં હરામખોરને પકડીને મહિલાની સાથે મુસાફરી કરી રહેલા આર્મીના જવાનોએ ધબડાટી બોલાવીને ચોરીનો સામાન તો કબજે કર્યો સાથે ચોરે અન્ય જગ્યાએ ચોરી કરેલો સામાન પણ તેની પાસેથી લઇને જરૂરતમંદને આપી દઇને એક હિંમતભર્યું પગલું ભરીને કચ્છીને છાજે તેવું કામ કર્યું હતું. દરરોજ બનતા ચોરીના બનાવોથી યાત્રિકોમાં આક્રોશ છે અને આમાં રેલવે પોલીસ અને ટી.સી.ની પણ મિલીભગત હોવાનો આક્ષેપ મુસાફરોએ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સંઘને હરિદ્વાર જતાં પણ?એક કડવા અનુભવનો સામનો કરવો પડ્યો હતો પણ મહિલાની જાગૃતિના કારણે વધુ  એક ચોરીનો કિસ્સો બનતો અટક્યો હતો તેવું સંઘના વસંત અજાણીએ અમદાવાદથી જણાવ્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer