નારાણપરમાં દાબેલીના ધંધાર્થીને માર મરાયો

ભુજ, તા. 24 : તાલુકાના નારાણપર ગામે દાબેલીના ધંધાર્થીને હરીફાઇનું મનદુ:ખ રાખીને લાકડી વડે માર મરાયો છે. માનકૂવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે બપોરે ફરિયાદી હિતેશપુરી ખીમપુરી ગોસ્વામીને આરોપીઓ મહેક ધીરજલાલ વાળંદ અને ધીરજલાલ ચંદુલાલ વાળંદે નારાણપરના બસ સ્ટેશન નજીક ડબલરોટીની લારી રાખી હરીફાઇમાં ઊતરવાનું મનદુ:ખ રાખીને હિતેશને આરોપીઓએ ગાળો ભાંડી, લાકડી વડે મૂઢમાર મારી ગાડીને નુકસાન કર્યાની ફરિયાદ દાખલ કરાવાઇ છે. પોલીસે ગુનો નોંધી તપાસ  આદરી છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer