કોઈ સામાન્ય વ્યક્તિનું કાર્ય જો પૂર્ણ થાય તો વધુ ખુશી થાય

ભુજ, તા. 24 : તાજેતરમાં વાર્તાવિહાર સાહિત્યસભાની બેઠક છઠ્ઠીબારી મહિલા મંડળ ખાતે મળી હતી. તદુપરાંત એક અન્ય બેઠકમાં નગર અધ્યક્ષા લતાબેન સોલંકીએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. કોઈ સામાન્ય વ્યક્તિનું કાર્ય જો પૂર્ણ થાય તો વધુ ખુશી થાય એવો ભાવ વ્યક્ત કર્યો હતો. બેઠકમાં પ્રારંભમાં સંસ્થાના પ્રમુખ રમીલાબેન મહેતાએ સભ્યોને આવકાર આપી વાર્તામાં સંવાદો, મુખ્ય પાત્રનું ચિત્રણ અને વાર્તા કથન શૈલી લેખનને વેગ આપે છે. પૂજન જાનીની અખંડ આનંદમાં પ્રકાશિત વાર્તા `ચિઠ્ઠી'નો ઉલ્લેખ કરી તેમણે  વાચકને વિચાર કરવા પ્રેરે છે એવી સંવાદ શૈલીની વાત કરી હતી. પ્રમુખે પોતાની વાર્તા `તાળું'નું પઠન કર્યું હતું. સલાહકાર પુષ્પાબેન વૈદ્યે પણ વાર્તાશૈલી અને સંવાદો વિશે વાત કરી હતી. સ્વરચિત `મેલ કરવત' શીર્ષક ધરાવતી વાર્તાની વાત રજૂ કરી હતી. બંને સભ્યોએ મહત્ત્વનાં પાસાં જેવાં કે `તાળું' વાર્તામાં વિધવા પુત્રવધૂના પુન:લગ્ન કરાવે છે. પુત્રવધૂની સંમતિ હોય છે પણ પૌત્રી અન્યને પોતાના પિતાના સ્થાને સ્વીકારી નથી શકતી.  સમાજના દૃષ્ટિકોણને   રજૂ કરતી બંને વાર્તાને સભ્યોએ વખાણી ક્યાંક ત્રુટિ પ્રત્યે અંગુલિનિર્દેશ પણ કર્યો હતો. બેઠકમાં અરુણા ઠક્કર, કમલાબેન ઠક્કર, સુધાબેન ઝવેરી, રૂપલ મહેતા, દીના ભુડિયા, પ્રતિમા સોનપાર, હિના ત્રિપાઠી અને ખુશ્બૂ સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા. નવીનભાઈ ત્રિપાઠીએ `વાર્તાવિહાર'માં ઢાંચો બદલવા સૂચન કર્યું હતું. એ મુજબ હવે પછીની બેઠકમાં એમની સ્વરચિત `પ્રતિબિંબ' વાર્તા વિશે સભ્યો પોતાના અભિપ્રાય  રજૂ કરશે, જેથી નાવિન્ય જળવાઈ રહે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer