ઇ.પી.એફ.ઓ. 1995ના નિવૃત્ત કર્મચારીઓ પેન્શન વધારાથી વંચિત

અંજાર, તા. 24 : ઇપીએફઓ '95માં નિવૃત્ત થયેલા કર્મચારીઓના પેન્શનમાં છેલ્લા બે દાયકાથી વધારો થયો નથી. ગુજરાતના અંદાજે 60 હજાર પેન્શનરો દુ:ખની લાગણી અનુભવે છે. સંગઠન દ્વારા સરકારને વારંવાર લેખિત અને રૂબરૂ રજૂઆતો કરાઇ?છતાં ધ્યાને લેવાઇ?નથી. આજે પણ?'95માં નિવૃત્ત થયેલા કર્મચારીઓને પેન્શન રૂા. 399થી 1200 પાંચમા પગાર પંચ મુજબ મળે છે, તેમાંથી વર્તમાન મોંઘવારીમાં જીવવું અસંભવ હોવાનું અંજારના જિતેન્દ્રભાઇ?આર. ઠાકરે જણાવ્યું હતું. તેમણે ઘણા પેન્શનરો ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છે તેમને પ્રથમ દેશ પછી નાગરિકની ભાવનાથી લોકશાહી પર્વમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer