આઈપીએલમાં 2100 કરોડથી વધારેનાં વિજ્ઞાપનો !

મુંબઈ, તા. 20 : સ્ટાર ઇન્ડિયાએ ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી આવૃત્તિમાં જાહેરાત મારફતે 21 અબજ રૂપિયાની જંગી આવક કરી લીધી છે. છેલ્લી આઈપીએલની સરખામણીમાં તેને 20 ટકા વધારે રકમ મળનારી છે. બ્રોડકાસ્ટરને ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મથી કુલ્લ મળીને 1750 કરોડ રૂપિયાની કમાણી 2018માં થઈ હતી. સ્ટારના વરિષ્ઠ કારોબારીએ માહિતી આપતાં કહ્યું છે કે, આ કંપની માટે ખૂબ સારી બાબત છે. જાહેરાતોને લઇને જવાબ પણ શાનદાર મળી રહ્યો છે. છેલ્લી આઈપીએલને લઇને કરવામાં આવેલી અમારી મહેનત અને આ વર્ષની તૈયારીના આ પુરાવા છે. 80 ટકાથી વધારે ઇવેન્ટરીનું વેચાણ કરવામાં આવી ચૂક્યું છે. આઈપીએલ-19ની શરૂઆત 23મી માર્ચના દિવસે થશે. મોગે મીડિયાના ચેરમેન ડો. સંદીપ ગોયલે કહ્યું છે કે, આ વર્ષે સ્ટાર દ્વારા જોરદાર દેખાવ રહેશે. ગયા સપ્તાહ સુધી સ્ટારની પાસે 2100 કરોડ રૂપિયાની જાહેરાતો આવી ગઈ હતી. સ્ટારને અલગ - અલગ ભાષાઓમાં આઈપીએલનું પ્રસારણ કરવાની રણનીતિથી પણ ફાયદો થયો છે. આ સિઝનમાં ટીવી અને હોટસ્ટાર ઉપર આવનારી મોટી જાહેરાતોમાં કોકાકોલા, વિવો, ઓપો, સ્વિગી, મારુતિ સુઝુકી, એમઆરએફ, વોલ્ટાસ, એશિયન પેઇન્ટ્સ, સેમસંગ એલઇડી, ફ્યુચર ગ્રુપ, વિમલ પાનમસાલા, મોબાઇલ પ્રીમિયર લીગ અને પોલીકેબનો સમાવેશ થાય છે. એમેઝોન પે, ફ્લિપકાર્ટ, મુદ્રા ગાર્મેન્ટ, નેસ્લેની મેગી જેવી પ્રોડક્ટે માત્ર હોટસ્ટાર ઉપર ડિજિટલી સ્પોન્સરશિપ મેળવી છે. 12 ચેનલ ઉપર છ ભાષામાં પ્રસારણ કરવામાં આવશે. આ વર્ષે બ્રોડકાસ્ટર 22 ચેનલ ઉપર આઈપીએલનું પ્રસારણ કરશે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer