ઊંટડીનું દૂધ આજીવિકા બનતાં પ્રગતિની દિશા ખૂલી

ઊંટડીનું દૂધ આજીવિકા બનતાં પ્રગતિની દિશા ખૂલી
કમલેશ ઠક્કર દ્વારા
ભચાઉ, તા. 17: તાલુકાના સામખિયાળી ગામની સીમમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને સહયોગી સંસ્થા કચ્છ સરહદ ડેરી, સહજીવન અને એનબીએજીઆર દ્વારા ઊંટમેળો યોજાયો હતો. જેમાં 7પ0 જેટલાં ઊંટ સાથે કચ્છ, ભાવનગર, ભરૂચ, આણંદ, મોહાડી, અલિયાબેટના માલધારી હાજર રહ્યા હતા. આ બેદિવસીય કાર્યક્રમમાં ગઈકાલે રાત્રિએ જત-રબારી સમાજને ગમે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા.  આજે ઊંટમેળાને ફકીરાણી જત સમાજના ધર્મગુરુ આગાખાન સાવલાણીએ ખુલ્લો મૂકી જણાવ્યું કે, ઊંટડીનું દૂધ આજીવિકાનું સાધન બનતાં હવે પૂરક રોજગારી સાથે એક પ્રગતિની નવી દિશા ખૂલી શકશે. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન વતી પ્રમુખ ભીખાભાઈ રબારી (જંગી)એ કહ્યું કે, હવે ઊંટડીનું દૂધ કચ્છ સરહદ ડેરી થકી વિવિધ દૂધની બનાવટોમાં વપરાતું થયું છે. ઔષધીય ગુણો ધરાવતું દૂધ લોકભાગ્ય બની રહ્યું છે. આ તબક્કે ગુજરાત ગોપાલક નિગમના ચેરમેન અરજણભાઈ રબારીએ વોંધમાં જત વસાહત નજીક પ્રાથમિક શાળા મંજૂર થયાનું અને ચીરઈ ગામના 13 જત પરિવારોને મફત વીજળી- કરણની સુવિધા અપાયાનું કહ્યું હતું. સહજીવનના ડાયરેક્ટર ડો. પંકજભાઈ જોશીએ શિક્ષણ અને આર્થિક સુધાર થાય તેવા પ્રયત્નો કરાઈ રહ્યાનું જણાવ્યું હતું. કેમલ પ્રોગ્રામ કો-ઓર્ડિ. મહેન્દ્રભાઈ ભાનાણીએ માલધારી જત સમાજના પ્રશ્નો, તેના માટેની ખૂટતી કડીઓ સુધરે એ પ્રકારનું સંકલન કરાઈ રહ્યાનું જણાવ્યું હતું. ભચાઉ તાલુકા રબારી સમાજના પ્રમુખ દેવશીભાઈ રબારીએ ઊંટ ઉછેરનું કામ સંજીવની ઉછેર જેવું ગણાવ્યું હતું. સામખિયાળીથી આમલિયારા રોડ પરની સીમમાં જત રબારી સમાજે પરિવાર સાથે પડાવ નાખ્યો હતો. દીકરીઓએ આધુનિક સાધનો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. ભચાઉ સુધરાઈના પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલાએ સહયોગની ખાતરી આપી હતી. સરહદ ડેરીના ડો. રાકેશભાઈ દેસાઈએ ઊંટડીનું દૂધ ગુણવત્તાયુક્ત આપવા માહિતી આપી હતી. નરેશભાઈ મહેશ્વરીએ સંગઠનની કામગીરીને બિરદાવી હતી.  સામખિયાળી સરપંચ ચનાભાઈ આહીર, જિ.પં. સભ્ય નાગલબેન બાડા, ભરતભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા નવીનભાઈ ભાનુશાલી, મુકેશ સેનમા, ઈમરાનભાઈ મુતવા, હમીરભાઈ જત, નૂરમામદ જત, જબ્બારભાઈ સમા, મહેશ ગરવા, હનીફ હિંગોરજા, હુસેનભાઈ જત, આમદભાઈ જત, રામાભાઈ રબારીએ સંભાળી હતી. સંચાલન વિભાભાઈ રબારીએ કર્યું હતું.  જત નૂરમામદની કચ્છી ઊંટડીએ એક સમયમાં પ કિલો અને 300 ગ્રામ દૂધ આપી પ્રથમ નંબર મેળવ્યો હતો. જત મેરુ અલીની ખારાઈ ઊંટડીએ એક ટાઈમમાં 3 કિલો પ00?ગ્રામ દૂધ સાથે પ્રથમ નંબર મેળવ્યો હતો. બીજી હરીફાઈઓમાં ખારાઈ નર તંદુરસ્તીમાં પ્રથમ-જત કરીમ મુસ્તફા, બીજે જત મેરુ અલી, ત્રીજે જત મામદ મોબિન, ખારાઈ માદા તંદુરસ્તીમાં પ્રથમ જત કરીમ ઉમર, બીજે જત આરબ ઉમર, ત્રીજે જત સતાર વલુ, કચ્છી નર તંદુરસ્તીમાં પ્રથમ જત ઈભરામભાઈ, બીજે જત ઈસ્માઈલ નૂરમામદ, ત્રીજે જત હનીફ રહેમાન, કચ્છી માદા તંદુરસ્તીમાં પ્રથમ જત આરબ નૂરમામદ, બીજે જત મુસ્તફા ઈભરામ, ત્રીજે જત હુસેન નૂરમામદ, દૂધદોહન-ખારાઈમાં પ્રથમ જત મેરુ અલી, બીજે જત આરબ અલી, ત્રીજે જત ઉમર અદ્રેમાન, દૂધદોહન-કચ્છીમાં પ્રથમ જત નૂરમામદ માંથીના, બીજે જત ખમીશા મેરુ, ત્રીજે જત જુમા હમીર, ઊન કતરાઈમાં પ્રથમ જત ઈભરામ ગુલમામદ, બીજે જત ઈશાક સોનુ, ત્રીજે થુડિયા મુસાભાઈ બપુડા વિજેતા થયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer