કચેરીને નડયું એ દબાણ દૂર

કચેરીને નડયું એ દબાણ દૂર
ભુજ, તા. 17 : શહેરમાં મુંદરા રોડ સ્થિત નવનિર્મિત મામલતદાર કચેરીને નડતરરૂપ દબાણ અંતે શનિવારે દૂર કરાયું હતું. આ કાર્યવાહીને પગલે શહેરમાં દબાણકારોમાં પણ ફફડાટ ફેલાયો હતો. જો કે, તંત્રે એક જ દબાણ હટાવી કાર્યવાહી આટોપી લીધી હતી. છેલ્લા કેટલાક સમયથી તંત્ર જ્યાં મન બનાવે તે જગ્યાના દબાણ નિર્વિઘ્ને દૂર કરાઇ રહ્યા છે. તાજેતરમાં જ મુંદરા રોડ સ્થિત નવી મામલતદાર કચેરીને અડચણરૂપ પતરાનો શેડ તૈયાર કરી એક મહિલાએ ઘર બનાવ્યું હતું. અગાઉ તંત્ર દ્વારા આ મહિલાને સમજાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા અને તેને ખારસરા ગ્રાઉન્ડ ખાતે જગ્યા ફાળવવા તૈયારી દર્શાવી હતી. જો કે, મહિલાએ ત્યાં જવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેને પગલે પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર, નગરપાલિકાની ટીમ સહિતે અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી સાથે બંદોબસ્ત ગોઠવી દબાણ દૂર કર્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer