ભુજમાં વંડી ફળિયામાં બનતા માર્ગને પગલે નારાજગી ફેલાઇ

ભુજમાં વંડી ફળિયામાં બનતા માર્ગને પગલે નારાજગી ફેલાઇ
ભુજ, તા. 17 : શહેરમાં વંડી ફળિયા પાસે સિમેન્ટ રોડ તોડીને ઇન્ટરલોક પાથરવાના કામને પગલે રહેવાસીઓમાં નારાજગી ફેલાઇ હતી અને આ કામમાં નાણાંનો વેડફાટ કરાતો હોવાનું પણ જણાવ્યું હતું.  ભુજમાં મહાદેવ નાકા નજીક વંડી ફળિયામાં સિમેન્ટ રોડ તોડી ઇન્ટરલોકનું કામ હાથ ધરાતાં રહેવાસીઓમાં નારાજગી ફેલાઇ હતી અને આ રોડ તોડવાની કોઇ જ જરૂર નહોતી તેમ જણાવ્યું હતું. વળી, આ માર્ગ થોડા સમય પહેલાં જ નવા બન્યા હોવાનું પણ જણાવ્યું હતું.  આ અંગે નગરસેવક જગત વ્યાસનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, માર્ગ 2002માં બન્યો હતો અને હાલે જર્જરિત બનતાં લોકોની માંગથી જ આ કામ હાથ ધરાયું છે. ઉપરાંત માર્ગનો એક લેયર જ તોડાશે જેથી ઇન્ટરલોકને પણ મજબૂતાઇ મળશે અને વિસ્તારની સુંદરતા પણ વધી જશે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer