ગાંધીધામમા લાયન્સ દ્વારા શહીદ સ્મારક બનાવાયું

ગાંધીધામમા લાયન્સ દ્વારા શહીદ સ્મારક બનાવાયું
ગાંધીધામ,તા. 17: પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએૐના 44 જવાનોને અંજલિ આપવા આજે પણ ગાંધીધામ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો યોજાયા હતા. આ અંતર્ગત ગાંધીધામ લાયન્સ કલબ દ્વારા અમર જવાન સ્મારક બનાવવામાં આવ્યું છે. લાયન્સ ભવન ખાતે આજ સવારે 10.30 વાગ્યે  બનાવાયેલા સ્મારકમાં  લાયન્સ કલબના સદસ્યો દ્વારા 44 શહીદોને નતમસ્તક શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમજ સાંજે 8 વાગ્યા સુધી શહેરીજનોએ પણ શહીદોને અંજલિ આપી હતી. આ સ્મારક આગામી તા.24 ફેબ્રુઆરી સુધી સવારે 10.30થી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. તાલુકાના ગળપાદર જિલ્લા જેલ ખાતે જેલના તમામ સ્ટાફ અને બંદીવાનોએ બે મિનિટ મૌન પાળી શહીદોને અંજલિ આપી હતી. ગાંધીધામના સુભાષનગર ખાતે રહેવાસીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ ભારત માતા કી જય, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. પૂર્વ કચ્છ આમઆદમી પાર્ટી દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઘટનાને ભારત દેશ માટે દુ:ખદ લેખાવી પૂર્વ કચ્છ પ્રમુખ રોશન અલી સાંઘાણીએ આતંકીઓ સામે સખત કદમ ઉઠાવવામાં આવે તેવી માંગ કરી હતી. પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા  40 જવાનોના પરિવારજનોની મદદ માટે ગાંધીધામ ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ  દ્વરા ટહેલ નાખવામાં આવી હતી, જેને  લોકોએ આવકારી મદદ મોકલી હતી. શહીદોના પરિવારજનોને સહાય  આપવા માટે ચેમ્બરની  સંકટ  નિવારણ  સોસાયટીમાં  ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ  ઈન્ડસ્ટ્રીઝએ રૂ.11 લાખ, એકયુરેસી શિપિંગ લિ. એન્ડ સ્ટાફ રૂ.4.51 લાખ, રીવેરા એલીગેન્સ સોસાયટીએ 3 લાખ, કિરણ ગ્રુપે રૂ.2.51 લાખ, કચ્છ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝે રૂ.2.51 લાખ, બાબુભાઈ હુંબલ(શ્રી રામ ગ્રુપ)રૂ.2.01 લાખ, ગુજરાત એફિનેરી  સોલ્ટ વેલફેર મેન્યુફેકચર એસો.રૂ.2.01 લાખ, શશિકાંત  જોષી  એન્ડ ફેમિલી માલારા ગ્રુપ રૂ.1.11 લાખ, કંડલા લિકવીડ ટેકિ ટર્મિનલ એસો.રૂ.1.11 લાખ, કંડલા ટિમ્બર એસો. 1.11 લાખ, એસ.આર.સી  લિ. 1.11લાખ, જે.આર ગ્રુપ  1.01 લાખ, શ્રી રામ ક્રિષ્ના સેવા ટ્રસ્ટ, મુંદરા કસ્ટમ બ્રોકર એસો., એમ.આર.શાહ ગ્રુપ, રૂદ્રાક્ષ ગ્રુપ( રાજેન્દ્ર અગ્રવાલ), અંબાજી ગ્રુપ (મહેશભાઈ પુંજ), ચંપાલાલ કંપની, ગાયત્રી પેટ્રોલિયમ, ગાંધીધામ કોર્પોરેટિવ બેન્કે એક લાખ, વેલજી પી. એન્ડ સન્સ, જાયન્ટસ ગ્રુપ, ડો.એચ.વી.કેલા (હરદીપ શિપિંગ લોજેસ્ટીક, સંજય દવે, અખિલ કચ્છ દિગંમ્બર જૈન સમાજ, અશોક રોડવેઝ, ગુરુકૃપા ફ્રેઈટ કેરીયર, કંડલા કસ્ટમ હાઉસ એજન્ટ એસો., રીષી શિપિંગ, શ્રી બાલાજી ઈમ્પેક્ષએ એકાવન  હજાર, અગ્રવાલ રોડલાઈન્સ 31 હજાર, મહેશભાઈ પોદરએ  25 હજાર  આપ્યા હતા. દિવંગતોને  શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમમાં બીએસએફના જવાનોએ પણ શહીદોને  ભાવાંજલિ આપી હતી.     

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer