ટેસ્ટ ક્રમાંકમાં કોહલી ટોચ પર યથાવત

દુબઈ, તા.17: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આઇસીસી ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં ટોચ પર યથાવત્ છે અને તેનો સાથે ખેલાડી ચેતેશ્વર પૂજારા ત્રીજા સ્થાને જળવાઈ રહ્યો છે. જ્યારે શ્રીલંકાના કુશલ પરેરાએ પ8 સ્થાનની લાંબી છલાંગ લગાવી છે. ટોચના કોહલીના 922 રેટિંગ અને બીજા નંબર પરના કિવિ કેપ્ટન કેન વિલિયમ્સનના 897 રેટિંગ છે. પૂજારાના નામે 881 રેટિંગ  બોલે છે.  આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં 1પ3 રનની અણનમ અને અવિસ્મરણીય ઇનિંગ રમનાર શ્રીલંકાનો કુશલ પરેરા કેરિયરની શ્રેષ્ઠ 40મી રેન્ક પર પહોંચી ગયો છે. તેણે પ8 સ્થાનનો લાંબો કૂદકો લગાવ્યો છે. ટોચના 10 ક્રમના બેટધરોમાં સ્ટિવ સ્મિથ પ્રતિબંધ છતાં ચોથા નંબર પર છે. આ પછી અનુક્રમે ન્યૂઝીલેન્ડનો હેનરી નિકોલસ, ઇંગ્લેન્ડનો સુકાની જો રૂટ, પ્રતિબંધિત કાંગારુ ઓપનર ડેવિડ વોર્નર, આફ્રિકાનો વિકેટકીપર ડિ'કોક, માર્કરમ અને શ્રીલંકાનો કરુણારત્ને છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer