મેકગ્રા બાદ બોલિંગ ક્રમાંકમાં ટોચ પર પહોંચનારો કમિન્સ પહેલો ઓસી બોલર

સિડની, તા. 17 : ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ આઇસીસીના નવા બોલિંગ ક્રમાંકમાં દ. આફ્રિકાના કાગિસો રબાડાને પાછળ રાખીને નંબર વન પર પહોંચી ગયો છે. આ સાથે કમિન્સ પૂર્વ દિગ્ગજ ગ્લેન મેકગ્રા બાદ ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં નંબર વન પર પહોંચનાર ઓસ્ટ્રેલિયાનો પહેલો બોલર બન્યો છે. છેલ્લે મેકગ્રા ઓસ્ટ્રેલિયા તરફથી આઇસીસી બોલિંગ ક્રમાંકમાં ફેબ્રુઆરી-2006માં ટોચ પર હતો. આ પછી મિશેલ જોન્સન 2009માં નંબર બે પર પહોંચ્યો હતો. હાલમાં જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી એલન બોર્ડર ટ્રોફી જીતનાર પેટ કમિન્સ હવે આઇસીસી ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં 878 પોઇન્ટ સાથે પહેલા નંબર પર આવી ગયો છે. કમિન્સે પાછલા એક વર્ષમાં 10 ટેસ્ટની 19 ઇનિંગ્સમાં કુલ્લ પ0 વિકેટ લીધી છે. આઇસીસીની ટેસ્ટ બોલિંગ ક્રમાંકની નવી સૂચિમાં પેટ કમિન્સ (878) પછી બીજા નંબર પર ઇંગ્લેન્ડનો અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસન (862) છે. આ પછી અનુક્રમે રબાડા (849), વર્નેન ફિલેન્ડર (821) અને ભારતીય સ્પિનર રવીન્દ્ર જાડેજા(794) છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer