વિશ્વ કપ જીતવાનાં સપનાં સેવી રહ્યો છું: કુલદીપ

નવી દિલ્હી, તા.17: ચાઇનામેન બોલર કુલદીપ યાદવનું પહેલીવાર વર્લ્ડ કપ રમવું નિશ્ચિત છે. જો કે હજુ વર્લ્ડ કપની ભારતીય ટીમ જાહેર થવી બાકી છે પણ કુલદીપનું સ્થાન પાકું છે. કુલદીપ યાદવે કહ્યંy છે કે બીજા ખેલાડીઓની જેમ તેનું પણ સપનું પોતાના દેશ માટે વિશ્વ કપ જીતવાનું છે. તેણે સ્વીકાર્યું કે હું હાલ આ સપનામાં જીવી રહ્યો છું. મેં ક્યારે પણ વિચાર્યું ન હતું કે હું વિશ્વ કપ ટીમનો હિસ્સો બનીશ. જો ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બનશે તો એ મારી જિંદગીનો સૌથી મોટી ખુશીનો દિવસ હશે. મારું આ સપનું છે. પોતાની તૈયારી પર કુલદીપે કહ્યંy કે બીજા ખેલાડીઓની જેમ વિશ્વ કપનું અલગ દબાણ તો રહેશે જ પણ મને ખુદની ક્ષમતા પર વિશ્વાસ છે. હાલ તો હું એ વિશે વધુ વિચારી રહ્યો નથી. તે કહે છે કે દડાને ટર્ન કરવો અને હવામાં દિશા ફેરવવી મારી મોટી તાકાત છે. આથી બેટધરો થાપ ખાઇ જાય છે. હું રન રોકવા માટે વિકેટ માટે બોલિંગ કરું છું અને આ રણનીતિ પર કાયમ રહું છું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer