ફિફા વર્લ્ડકપ માટે કપિલ અને ધોનીની વિશ્વ વિજેતા ટીમને આમંત્રણ

મુંબઈ, તા. 17 : ફિફા વર્લ્ડકપ-2022ની આયોજન સમિતિએ 1983ની અને 2011ની ક્રિકેટ વર્લ્ડકપમાં ચેમ્પિયન થનારી ભારતીય ટીમના ખેલાડીઓને કતારમાં આયોજિત થનારી આ પ્રતિષ્ઠિન ફૂટબોલ ટૂર્નામેન્ટ માટે આમંત્રિત કરી હોવાના રિપોર્ટ છે. ભારતમાં ક્રિકેટ સૌથી મોટી રમત હોવાનું કહીને ફિફા વર્લ્ડકપ-2022ના મુખ્ય કાર્યકારી અધિકારી નસીર અલ ખતેરે આઇસીસી વર્લ્ડકપ જીતનારી કપિલ અને ધોનીની ટીમને આમંત્રિત કરી છે. અહીં એક કાર્યક્રમમાં હાજર રહેનાર નસીરે કહ્યંy હતું કે, કપિલ દેવની અને એમએસ ધોનની વિશ્વ વિજેતા ટીમનું ફિફા વર્લ્ડકપ દરમ્યાન સ્વાગત કરતા અમે ખુશી અનુભવશું. હું આ વિજેતા ટીમના ખેલાડીઓને ફૂટબોલ વિશ્વકપની મેચો જોવા માટે આમંત્રિત કરું છું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer