અબડાસામાં અછતનું માળખું સુદ્રઢ બનવાના બદલે કથળ્યાનો આક્ષેપ

નલિયા, તા. 17 : અબડાસામાં દિન પ્રતિદિન અછતની તીવ્રતા વધતી જાય છે ત્યારે તેનું માળખું સુદ્રઢ બનાવવાને બદલે કથળી રહ્યું છે તેવો આક્ષેપ કરાયો છે. તા.પં.નાં વિપક્ષી નેતા અબ્દુલ ગજણે જણાવ્યું હતું કે મ.ન.રેગા. યોજના હેઠળ 54 જેટલા કામો ચાલુ છે. જેના પર 6500 જેટલા શ્રમિકો માટીકામ કરે છે. આ મજૂરોને 7 અઠવાડિયાથી કરેલ કામનું મહેનતાણું ચૂકવાયું નથી. પ્રત્યેક શ્રમિકને 1પ0 દિવસને બદલે 200?દિવસની રોજગારી પ્રાપ્ત થાય તેવો માપદંડ નક્કી કરવાની માગણી કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલે જે શ્રમિકો કામ કરી રહ્યા છે તે પૈકી અડધા તો 1પ0 દિવસની મર્યાદા વટાવી જતાં હવે આવા મજૂરો બેરોજગાર બની જશે. અછત બેઠકમાં પણ આ અંગેની રજૂઆત કરાઈ હતી. તાલુકામાં ધડાધડ ઘાસડેપો તો શરૂ કરાયા છે પણ પૂરતો ઘાસનો જથ્થો ઉપલબ્ધ હોતો નથી. પરિણામે દુધાળા ઢોરો માટે ઘાસચારાનો પ્રશ્ન ઊભો થયો છે. અબડાસાના ઘાસડેપો પર પૂરતું ઘાસ ઉપલબ્ધ બને તેવી માગણી કરી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer