ભચાઉ ખાતે બટિયા વિસ્તારમાં માનસરોવર જતા માર્ગનું નામકરણ

ભચાઉ, તા. 17 : અહીંના જૂના બસ સ્ટેશન તરફ બટિયા વિસ્તારમાં નવા વિકસેલા અને જ્યાં રસ્તા, પાણી,ગટર સહિતની સુવિધા ઉપલબ્ધ છે તેવા માનસરોવર તરફ જતા રસ્તાનું નામકરણ સંત શિરોમણિ સંતજી મહારાજની તકતીનું અનાવરણ ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કંડલા શહેર ભાજપના પ્રમુખ કાન્તિભાઈ ચૌહાણ,  ગાંધીધામ સમાજ આગેવાન ધર્મેશ કારલિયા, અરજણભાઈ રબારી સહિત ઉપસ્થિત રહ્યા હતા. ભચાઉ નગરપાલિકા દ્વારા અને ભચાઉ તાલુકા કાંઠા ચોવીસી વાળંદ સમાજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ભચાઉ ન.પા. પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ પ્રસંગ પરિચયમાં જણાવ્યું હતું કે, વાળંદ સમાજના સંત સેનજી મહારાજ મહારાષ્ટ્રમાં થઈ ગયા, તેમની યાદમાં ભચાઉમાં વાળંદ સમાજની લાગણીને ધ્યાને લઈ સંતના નામ સાથે રસ્તાનું નામકરણ થયું છે. સ્વાગત પ્રવચન આયોજન, વ્યવસ્થા અને આભારવિધિ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશભાઈ સોલંકીએ સંભાળ્યા હતા. કાંઠા ચોવીસી વાળંદ સમાજના પ્રમુખ ચત્રભુજ ચૌહાણ અને વાળંદ એસો.ના પ્રમુખ મહેશ રાઠોડે આભારદર્શન કર્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer