ભુજમાં કવીઓ દ્વારા સ્વાઈન ફ્લુ સામે પ્રતિકારાર્થે કેમ્પનો આરંભ

ભુજ, તા. 17 : ક.વી.ઓ. જૈન મહાજન ભુજ સંચાલિત રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટરમાં જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ  ક.વી.ઓ. યુવા પાંખ દ્વારા સતત 15 દિવસ સુધી સવારે 10થી સાંજે 7 સુધી ચાલનારા સ્વાઈન ફ્લુ પ્રતિકારક હોમિયોપેથી ડોઝ પીવડાવાના નિ:શુલ્ક કેમ્પનો પ્રારંભ સંસ્થાના અધ્યક્ષ  તારાચંદભાઈ છેડાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રદ્ધાંજલિ આપતાં સંસ્થાના પ્રમુખ શ્રી છેડાએ જણાવ્યું હતું કે આ ક્રૂર બનાવને વખોડવા માટે દેશ પાસે જ્યારે કોઈ શબ્દ નથી ત્યારે આવા હેવાનીયતભર્યા આ બનાવ સામે કેન્દ્ર સરકાર આરપારની લડાઈ લડશે. આ પ્રસંગે યુવા પાંખના ગિરીશભાઈ સાવલા અને ધીરેનભાઈ શાહે જણાવ્યું હતુ ંકે આજના પ્રથમ દિવસના કેમ્પમાં 200થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો અને 15 દિવસ સુધી ચાલનારા આ નિ:શુલ્ક કેમ્પનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા અનુરોધ કર્યો હતો અને આ કેમ્પ શહીદોને સમર્પિત કરીએ છીએ તેમ ઉમેર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી નરેશભાઈ શાહ, કેશવજીભાઈ હરિયા, રાજેશભાઈ સંગોઈ, મેડિકલ કન્વીનર ડો. દેવચંદભાઈ ગાલા, મેડિકલ ઓફિસર ડો. અશોકભાઈ ત્રિવેદી, યુવા પાંખના ભાવિન દેઢિયા, મીત શાહ, રુષભ શાહ, સખીવૃંદના હંસાબેન છેડા, અંજુબેન શાહ વિગેરએઁ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer