ડીપીટી દ્વારા બીજી વખત 100 એમએમટી કાર્ગો હેન્ડલ કરાયો

ગાંધીધામ, તા. 17 : દેશના તમામ મહાબંદરોમાં અવ્વલ ક્રમ જાળવી રાખનારા દીન દયાલ પોર્ટે આજે વધુ એક વખત 100 એમએમટી કાર્ગો હેન્ડલિંગનો લક્ષ્યાંક પાર કર્યો હતો. પોર્ટના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પોર્ટ દ્વારા વર્ષ 2016માં 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનુ લક્ષ્યાંક દેશના તમામ મહાબંદરોમાં પ્રથમ વખત પાર પાડયું  હતું. આ વખતે પોર્ટને 115 એમએમટી કાર્ગો હેન્ડલિંગનો લક્ષ્યાંક અપાયો હતો. જે અંતર્ગત નાણાકીય વર્ષ પૂરું થયા પૂર્વે પોર્ટ દ્વારા આજે સવારે 8 વાગ્યે બીજી વખત 100 એમએમટી કાર્ગો હેન્ડલ કર્યો હતો. વધુમાં મળતી વિગતો મુજબ આજ દિન સુધી 73.59 એમ. એમ.ટી કાર્ગો આયાત થયો હતો. જયારે 26.58 એમ.એમ.ટી કાર્ગો નિકાસ થયો હતો.પોર્ટમાં ક્રુડ ઓઈલ, પેટ્રોલીયમ પ્રોડકટ, કોલસો, મીઠું, એડીબલ ઓઈલ, ખાતર, ટિમ્બર, કન્ટેઈનર સહિતનો  કાર્ગો હેન્ડલ કરાયો હતો. પોર્ટ દ્વારા બીજી વખત 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરાતાં પ્રશાસનમાં હર્ષની  લાગણી પ્રસરી છે. નાણાકીય વર્ષના અંત સુધી અપાયેલા લક્ષ્યાંકથી પોર્ટ પ્રશાસન 15 એમએમટી દૂર છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer