અભ્યાસકાળ દરમ્યાન મનના ખોટા ભયને દૂર રાખવા શીખ

આદિપુર, તા. 17 : જાયન્ટ્સ ગ્રુપ ઓફ સહેલી અંજાર-શાઈનના ઉપક્રમે અહીંની મૈત્રી વિદ્યાલય (અંગ્રેજી માધ્યમ)ના ધો. 10ના છાત્રો માટે પ્રેરણાત્મક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તા વીણા કેવલરામાણીએ અભ્યાસકાળ દરમ્યાન મનમાં ખોટા ભયની ઊભી થતી લાગણીઓથી દૂર રહેવા શીખ આપી દૃઢ મનોબળ કેળવવા અનુરોધ કર્યો હતો. સંસ્થાના શાખાપ્રેરક પંકજબાળા ચોટારા આહીર તથા અધ્યક્ષા ડો. સુનિતા દેવનાનીએ વક્તાનું પ્રતીક ભેટ-પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું. છાત્રાઓને પણ પ્રતીક ભેટ અપાઈ હતી. ત્યારબાદ પ્રશ્નોત્તરીમાં છાત્રાઓને મૂંઝવતા પ્રશ્નોનું વક્તાએ નિરાકરણયુક્ત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે આયોજક સંસ્થાના હર્ષિતા અડવાણી, જૂહી ભટ્ટ, કોમલ વાસવાણી, અંજનિ ટંડન વિ. ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer