ભ્રૂણહત્યા રોકવા માટે ખુદ મહિલાઓએ જાગૃત બનવું જોઈએ

ભ્રૂણહત્યા રોકવા માટે ખુદ મહિલાઓએ જાગૃત બનવું જોઈએ
વિથોણ (તા. નખત્રાણા), તા. 10 : અહીં બેટી બચાવો બેટી ભણાવો, બેટીને મા બનવાનો અવસર આપવાની સમજ આપતો કાર્યક્રમ યોજાયો હતો. સ્વાસ્થ્ય દિનની ઉજવણીના ભાગરૂપે પ્રા. આરોગ્ય કેન્દ્ર અને આશાવર્કર બહેનોના સહયોગથી વિથોણ ખાતે તરુણ અને તરુણી આરોગ્ય દિવસ ઊજવવામાં આવ્યો હતો, જેમાં મહિલા તબીબ ડો. ગઢવીએ દીકરીઓને સ્વાસ્થ્ય સંબંધી ઉપયોગી માહિતી આપતાં જણાવ્યું કે, તંદુરસ્તી તમારા હાથમાં છે. ટેન્શનમુક્ત જીવન એ જ મોટી ઔષધિ છે. તન અને મન જો તંદુરસ્ત હશે તો જ તનાવમુક્ત જીવન જીવી શકાશે. કાર્યક્રમને ખુલ્લો મૂકી સરપંચ બચુભાઈ રૂડાણી, તા.પં. સભ્ય દિલીપભાઈ નાયાણી, મદદનીશ તબીબ, પી.એચ.સી.નો સ્ટાફ, આશાવર્કર બહેનો અને મોટી સંખ્યામાં તરુણીઓ ઉપસ્થિત રહીને આરોગ્યનું જ્ઞાન મેળવ્યું હતું અને મહિલા તબીબ અને અનુભવીઓ સાથે પ્રશ્નોત્તરી કરી હતી.તરુણ અવસ્થામાં પહોંચતી તરુણીઓને ગર્ભસંસ્કાર અને પુખ્ત ઉંમર આવતાં પરિવર્તનની જાણકારી આપી હતી. પરિણીત બહેનોને મૂંઝવતા પ્રશ્નોની જાણકારી આપવામાં આવી હતી. ખાસ કરીને બહેનોને ભ્રૂણહત્યા રોકવા ભાર મૂક્યો હતો. મંડળના મંત્રી તેમજ ગામના યુવાનો, આશાવર્કર બહેનોએ પૂર્ણ સહયોગ આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer