પડાણા ખાતે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ

પડાણા ખાતે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ
ગાંધીધામ, તા. 10 : કચ્છ સર્વેયર એસોસિયેશન અને અગ્રવાલ ગ્રુપના ઉપક્રમે પડાણા ખાતે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. અગ્રવાલ પેટ્રોલપંપ, રામદેવપીર મંદિર પાસે યોજાયેલા આ કાર્યક્રમ દરમ્યાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરથી પસાર થતાં વાહનોના ચાલકોને સુરક્ષા અંગેની માહિતી ઓડિયો અને વીડિયો ક્લિપ દ્વારા  આપવામાં આવી હતી. જે વાહનોના પૃષ્ઠભાગ ઉપર રિફ્લેક્ટર ન હતાં ત્યાં રેડિયમ રિફ્લેક્ટર લગાડવામાં આવ્યાં હતાં તેમજ સીટબેલ્ટ પહેરનારા વાહન- ચાલકોને પ્રોત્સાહન સ્વરૂપે ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું હતું. વાહનોની સુરક્ષામાં વાહન- ચાલકોની દૃષ્ટિ મુખ્ય ભાગ ભજવતી હોઈ, આંખ ચકાસણી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ડી.વાય. એસ.પી. વિપુલ પટેલ, ગાંધીધામ બી. ડિવિઝન પી.આઈ. ડી.વી. રાણા, ટ્રાફિક પી.એસ.આઈ. એમ.એમ. વાઢેર, નેશનલ હાઈવે ઓથોરિટીના પી.કે. સિંહ, નેશનલ ઈન્સ્યોરન્સના જતિન કોટક, ટોયોટોના અમિષ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સર્વેયર એસોસિયેશનના પ્રમુખ ભાવિન પટેલ, પ્રકાશ મલકાન, પંકજ દવે, આનંદ દેવમુરારિ, હિતેશ રાવલ, અગ્રવાલ ગ્રુપના દિનેશ અગ્રવાલ, નરેન્દ્ર ત્રિવેદી વગેરે આયોજનમાં સહયોગી બન્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer