આદિપુરની યુવતી `મિસ ઈન્ડિયા'' સ્પર્ધામાં રાષ્ટ્રીયકક્ષાએ ઝળકી

આદિપુરની યુવતી `મિસ ઈન્ડિયા'' સ્પર્ધામાં રાષ્ટ્રીયકક્ષાએ ઝળકી
આદિપુર, તા. 10 : `વોગીશ મિસ ઈન્ડિયા 2019'ની સ્પર્ધામાં અહીંની યુવતીએ રાષ્ટ્રીય કક્ષાએ `બેસ્ટ  પર્સનાલિટી મિસ ઈન્ડિયા' અને મિસ ઈન્ડિયામાં છઠ્ઠો ક્રમ હાંસલ કરી પરિવાર-શહેરનું ગૌરવ વધાર્યું છે. વિવિધ સ્થળોએ શરૂ થયેલી આ સ્પર્ધામાં પ્રાથમિક તબક્કે 6500 સ્પર્ધકોએ ઝુકાવ્યું હતું. જેમાંના પ્રશ્નોત્તરી, બૌદ્ધિક કસોટી સહિતના વિવિધ રાઉન્ડના અંતે અંતિમ ચાર દિવસીય સ્પર્ધા તાજેતરમાં જયપુર ખાતે  યોજાઈ હતી. જેમાં અંતિમ દશમાં પહોંચેલી અહીંની તોલાણી કોમર્સ કોલેજની છાત્રા નિશા જમનાદાસ નાગરાણીએ `િમસ ઈન્ડિયા'માં છઠ્ઠો ક્રમ હાંસલ કર્યો હતો. તેમને ગુડુ રૂપાણીએ માર્ગદર્શન પૂરું પાડયું હતું. પોતાની આ સિદ્ધિ બદલ તેણે પોતાના પરિવારની હૂંફ સાથે સિંધી સદાબહાર ચેરિટેબલ ટ્રસ્ટ, ગાંધીધામ સિંધી યૂથ સર્કલ વિ.ને પણ યશભાગી ગણાવ્યા હતા. તેણીએ રાયફલ શૂટિંગમાં પણ રાજ્યકક્ષા સુધી ભાગ લીધો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer