યુવાનોમાં વ્યવસ્થાપન ક્ષમતાના વિકાસ માટે `યુ-વાહ'' કાર્યક્રમ યોજાયો

યુવાનોમાં વ્યવસ્થાપન ક્ષમતાના વિકાસ માટે `યુ-વાહ'' કાર્યક્રમ યોજાયો
અંજાર, તા. 10 : અહીંના એસ.આર.કે. ઇન્સ્ટિયૂટ ખાતે બીજી ફેબ્રુઆરીના જિલ્લાકક્ષાની `મેનેજમેન્ટ-કલ્ચર ઇવેન્ટ (યુ-વાહ) યોજાઈ હતી, જેમાં કચ્છની વિવિધ કોલેજોએ ભાગ લીધો હતો. આયોજન વિદ્યાર્થીઓએ ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સની ટીમે જનરલ ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી અને તોલાણી મોટવાની ઇન્સ્ટિટયૂટની ટીમ રનર્સઅપ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, બંને ટીમ વચ્ચે ટાય થતાં બંને ટીમ ચેમ્પિયન જાહેર કરાઇ હતી. જેનાથી એ સ્થાપિત થયું કે ખેલદિલી હંમેશાં સર્વોપરી હોય છે. યુવાનોમાં મેનેજમેન્ટ સ્કિલ્સ વધે અને પાર્ટીસિપેટિવ સ્પિરિટ વધે તે હેતુથી આ આયોજન કરાયું હતું. મુખ્ય મહેમાન સંસ્થાના ચેરમેન અરજણભાઇ કાનગડે તે યુવાનોને એકસીલેન્સનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે, જે કરો એ બેસ્ટ કરો. માંડવી કોલેજના પ્રિન્સિપાલ ડો. મહેશ બરડે વિદ્યાર્થીઓને શાબ્દિક પ્રોત્સાહન પૂરું પાડયું હતું. ડિરેકટર પ્રોફ. સુરભિ અહીર, અંજલિ કાનગડે અને આચાર્ય પ્રોફ. નિર્દેશ બૂચે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના આયોજનને બિરદાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer